________________
ચોમાસાનાં પર્વોનું રહસ્ય
૧૧૯ તે જીવન સાથે બંધબેસતું હતું. અષિએ કુદરતી રીતે ઉત્પન્ન થએલાં ફળફૂલ ખાતા, કેમકે તેમનું જીવન કુદરતમય હતું. તે કેઈના પર પિતાને બે નાખવા માગતા ન હતા.
એ જીવન સ્વાભાવિક છે. પણ સમૂહમાં ઘણુ જણ ભેગા રહેતા હોય ત્યારે એ રીતે જીવવું શક્ય નથી. ત્યારે ઓછામાં ઓ છે જે બીજા પર પડે એ રીતે જીવવું જોઈએ. તેથી હંમેશાં નહીં તે એક દિવસ એ ઠરાવ્યું કે તે દિવસે બળદની મજરીથી ઉત્પન્ન થયેલું નહીં ખાઉં, પણ મારી જ મહેનતનું ખાઈશ. એટલે જાતે શ્રમ કરીને ફળફૂલ જે મળે તે લાવીને ખાય છે. આપણે ત્યાં “સામે ધાન્ય થાય છે. તેને તે દિવસે લોકે ખાય છે. તેથી તેને સામાપાંચમ પણ કહે છે. આમ જે જીવન જીવતા હતા તેનું પર્વ થયું. નાગપંચમી
અત્યારે હિંદુ-મુસલમાનના અને બ્રાહ્મણ-અબ્રાહ્મણ વગેરેના ભેદ છે અને અંદર અંદર કલહ થાય છે. પહેલાંના સમયમાં આર્ય-અનાર્યના ભેદ હતા. આર્યો અનાર્યોને હાંકી કાઢવા લડતા અને તેમને નાશ કરતા. જેમકે, સર્પસત્રની વાત જુઓ. તેમાંથી આસ્તિક ઋષિને પ્રતાપે એમાં મેળ થયે. આપણું પર્વોમાં એ ઊતર્યો છે. જેમકે, નાગપંચમી. એ મૂળ અનાર્યોને તહેવાર આર્યોએ પણ ઊજવવા માંડ્યો. મહાદેવના ગળામાં નાગ છે, કેમકે તેમના દિલમાં આર્ય—અનાર્યના ભેદ નથી. દુર્વાઅષ્ટમી
ધરો આઠમનું પર્વ લઈએ. ધરો આઠમ એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com