________________
૪૮
આશ્રમ ધમ આશ્રય આપે અને જ્ઞાન આપે. આખું જગત તેનું કાર્યક્ષેત્ર બની જાય છે. ફલાશા છેડનાર સંન્યાસી જ્યારે શરીર છોડે છે ત્યારે સૂર્ય આથમતી વખતે જે શાન્ત થઈને આથમે છે, તે શાન્ત થઈને તે દેહ છેડે છે.
સંન્યાસીની પુત્રેષણ, લોકેષણ, અને વિસ્તષશું છૂટી ગઈ હોય છે. તે દંડ ધારણ કરે છે, એને અર્થ એ કે તે મન, વાણું અને શરીરને કાબૂમાં રાખે છે.
સંન્યાસીનું મરણ તદ્દન સ્વાભાવિક હય, જેમ સાપ સ્વાભાવિક રીતે કાંચળી ઉતારે છે તેમ. કબીર ભગતે કહ્યું છે કે, “દાસ કબીર જતન સે એાઢી, કી ત્યે ઘર દીની ચદરિયાં.” આ શરીર જેવું સેંગ્યું હતું તેવું જ જરા પણ ડાઘ વિનાનું, શુદ્ધ ઈશ્વરને પાછું આપ્યું. તેમ જ સંન્યાસીનું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com