________________
કાળિયો થઈ જાવ મોઢે કહી શકીએ કે અમારા બાપદાદા તે આવા મેટા વીર અને હિંમતવાળા હતા! અને અમારી સંસ્કૃતિ આવી ઊંચી હતી! આ રીતે આપણું આધ્યાત્મિક પતન થયું.
જ્યારે ગાંધીજી કહેતા હતા કે, “આપણું આધ્યાત્મિક પતન થયું છે” ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર જેવા પણ એને વિરેાધ કરતા હતા. કારણકે તેમને ખબર નહોતી કે જેને આત્મા જાગૃત હોય તે કઈ પણ રીતે ગુલામ હાઈ જ ન શકે? જે આપણે આધ્યાત્મિક ઉન્નતિ સાધી હતી અને સાચવી હતી તે બધા ભેગા મળીને જીવત–ભેગા મળીને સંસ્કૃતિ સાચવી લેત. પણ ભેગા મળીને જીવવાનું વિચાર જાગૃત આત્માવાળાને જ આવે. જ્યારે માણસ પોતાના આત્માને ભૂલી જઈ શરીર સામે જુએ છે, ત્યારે તેને લાગે છે કે જે છે તે બધું શરીર જ છે. એટલે આત્મઘાત થાય છે.
અત્યારે આપણે બોલીએ છીએ કે “અંગ્રેજો ચાલ્યા જાઓ” એ જ્ઞાનપૂર્વક બેલતા નથી, અજ્ઞાનમાં જ બેલીએ છીએ. કારણકે આપણી ક્રિયા બેલવા કરતાં તદ્દન ઊલટી જ છે. એમ ન હતા તે અત્યારે જે ધોળા દિવસની લૂંટ ચાલી રહી છે, તે કદી ન ચાલે.
શ્રી. અરવિંદ ઘોષે એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં સુધી આત્મા જડ હોય ત્યાં સુધી દેખાતું નથી. પણ જ્યારે તે પૂરેપૂરો વિકસે છે, ત્યારે જ દેખાય છે. ખીલેલે આત્મા જ
સ્પષ્ટ દેખાય. વિકસવું એટલે ખેરાક થવું. જ્યારે અન્નને કે ઘાસને કણ પતે ખેરાક બને છે, ત્યારે જ તે સંપૂર્ણ વિકસે છે, અને તેથી જ અન્ન કે ઘાસ ઉત્પન્ન થાય છે. ઘાસ કણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com