SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ZC કેળિયે થઈ જાવ સ્વાતંત્ર્ય. એ પેદા કરવામાં જેટલી આડખીલી થાય, તેટલું જ આર્થિક નુકસાન પણ થાય. અંગ્રેજોએ આપણને એવી રીતે કેળવ્યા કે આપણે બીજાને માટે ચીજો પેદા કરીએ અને આપણને જોઈતી ચીજો બીજા પેદા કરે. આમાં આપણે એટલા ફસાયા કે જીવનની અનિવાર્ય જરૂરિયાતે પણ બીજા પેદા કરી આપે તે જ આપણે જીવી શકીએ. આથી ભયંકર ઉતપાત પેદા થયે. દા. ત. કાપડ જેવી અતિ આવશ્યક ચીજ પણ આપણને કેઈક બહારથી લાવી આપે. જ્યારે કપાસ જેવી ચીજ બીજાને માટે પકવી આપીએ. જે ચીજની મારા ગામને જરૂર છે તે મેં પરદેશથી મંગાવી. અથવા મારા ગામમાં તે પેદા થઈ શકે તેમ હોવા છતાં તે પેદા ન કરી અને માત્ર પારકાને જ ખપની ચીજો પેદા કરી. આ થઈ આપણું આર્થિક ગુલામી. વાહનવ્યવહાર પણ આપણા હાથમાં નહીં. આપણે મેટરને ઉપયોગ કરીએ છીએ ખરા, પણ તે બનાવી ન શકીએ. આપણને બનાવવા જ ન દે. આમ પારકાં સાધને વાપરવાનાં થયાં તેથી આપણને બરાબર નુકસાન થયું. માણસને સ્વમાનભેર સુખથી જીવવા અને સૌને હિતમાં આગળ વધવા જે અધિકારે ભેગવવા મળે તે રાજકીય સ્વાતંત્ર્ય. એ અધિકાર પણ ખૂંચવી લેવાયા એટલે રાજકીય ગુલામી આવી. રાજકીય ગુલામ બનવા માટે જ પ્રથમ આપણને આર્થિક ગુલામ બનાવ્યા. પહેલાના વખતમાં રાજાઓ એકબીજા પર ચઢાઈ કરતા, અને સામાને હરાવવા માટે તેના કિલ્લાને ઘેરો ઘાલીને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy