________________
૯૮
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં પ્રતિજ્ઞા કરવી એમ તેમને લાગ્યું. પિતા ગંભીર માંદગીને બિછાને હતા, ત્યારે આ બનાવ બન્યા. તેમની કહેવાની હિંમત ન ચાલી, એટલે ચિઠ્ઠી લખીને આપી.
આમ કરવાથી તે સામાન્ય વિદ્યાથી કરતાં પાછળ દેખાતા હતા તે આગળ થઈ ગયા. આપણે તે કદાચ એમ વિચારીશું કે ફરી નહીં કરીએ; પણ જે ચેરીને કેઈ નથી જાણતું તે ચારીને જાહેર કરવાની શી જરૂર? એ તે ભુલાઈ જશે. ગાંધીજીને તે ચોરી કર્યા માટે પશ્ચાતાપ થયે અને તેમણે પ્રાયશ્ચિત કર્યું. તેમણે પિતાને ખાતર કબૂલાત ન કરી, પણ પિતાને અર્થે કબૂલાત કરી. એમનું હૈયું ઠંખવા લાગ્યું અને પિતા ન જાણે તેય અંતરાત્મા તે જાણે છે ને? એટલે પિતાના અંતરને વફાદાર રહેવા માટે ગુનાની કબૂલાત કરી. અને ફરી તે ગુને ન કરવાનું પણ લીધું. આગળ વધવાનું આ એક લક્ષણ
હવે બીજી વાત. નાનપણમાં એમનાંમાં એક ગુણને વિકાસ બહુ દેખાય છે, જે આજે ભાગ્યે જ કેઈકનામાં દેખાય છે. તે માબાપની સેવા.
હરિશ્ચંદ્ર અને શ્રવણનું નાટક વાંચીને તેમના જીવનમાં નવે પ્રકાશ પડ્યો. તેમને એ જોઈને આંસું આવ્યાં. શ્રવણ અને હરિશ્ચંદ્ર જેવા થવાનું મન થયું. આવું તે કદાચ બીજાને પણ થતું હશે, પણ તેમણે તે આચારમાં મૂક્યું.
પિતાના મૃત્યુની છેલ્લી પળ સુધી તેમણે રોજ સાંજે પગ ચાંપ્યા. પિતા રાત્રે સૂવાની રજા આપે ત્યારે સૂઈ જતા. આમ શ્રવણની જેમ સાચા સેવક બન્યા. એ સારવાર–સેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com