________________
ચોમાસાનાં પર્વોનું રહસ્ય
૧૨ ૧
બની રહી છે. શિવાજી મહારાજે શરૂઆતમાં માવળા લોકોને એવી રીતે ભેગા કરેલા. કેમકે મુસલમાની લેટમાંથી બચવાને બીજે રસ્તો ન હતો અને પાસે પૈસા ન હતા, એટલે લૂંટીને લશ્કરને તેમાંથી ભાગ આપતા, અને એ રીતે લશ્કર ઊભું કર્યું હતું.
એ વખતે કેડ ઉપર હાથ મૂકીને નૃત્ય કરતા હોય તેવા દેખાવના વિઠેબાની મૂર્તિ જોઈને રામદાસ સ્વામીએ કહ્યું કે, આ જમાના સાથે આ ઢંગને મેળ ખાતે નથી. તારી મૂર્તિમાંથી અમને આજે રાષ્ટ્રરક્ષણની પ્રેરણા મળતી નથી. તેથી તારાં દર્શન કરવા નહીં આવું. અને પછી તેમણે ધનુષ્યબાણ ધારણ કરનારા રામલક્ષ્મણની અને સર્વાર્પણ કરનાર સેવક હનુમાનની મૂર્તિ સ્થાપી.
આણને કોઈ મળે અથવા આપણે કોઈથી છૂટા પડીએ ત્યારે રામરામ બેલીએ છીએ તેનું મૂળ કારણ એ છે કે રામનું ચરિત્ર એટલે હિન્દુધર્મ અને હિન્દુધર્મ એટલે રામનું ચરિત્ર.
જેમ રામદાસે કર્યું તેમ તહેવારે અને તેનાં પ્રતીક જીવનને બંધબેસતાં કરવાં જોઈએ. જેમકે ૬ઠ્ઠી એપ્રિલ રાષ્ટ્રીય સપ્તાહ થયું અને તેને લેકે ઊજવવા લાગ્યા.
ગાંધી જયંતી લેકે ઊજવે છે. કેમકે આ જમાનાને તે બંધ બેસે છે. એમ તહેવારે જીવનને બંધ બેસે તેવા કરવા પડશે. કેમકે આપણામાં નવી શક્તિ આવે અને તે સમાજના કલ્યાણ માટે ખરચાય એવું કરવું પડશે. અને એમ કરીશું તે-અને ત્યારે આજના જમાનાને તે તહેવાને ઉપયોગ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com