________________
૯૪
કળિયે થઈ જાવ સમાજને માટે કેળિયે બનવાનું છે. કેળિયે થવું એટલે બીજાને માટે અન્ન થવું. અન્ન જીવનદાતા છે. અન્ન થવાની ભાવના તે જ જીવનસાફલ્યની ભાવના.
અન્ન થવું એટલે? જે પદાર્થમાં ભરપૂર પોષક તત્તે હેય, જે પાચક અને નીરોગી હોય અને જે ખાનારને સુખ અને સંતોષ આપે તેને આપણે અન્ન કહીએ છીએ. અન્ન થવું એટલે આવા થવું. પિષક થવું, જીવનદાતા થવું, આનંદદાતા થવું. તે જ જીવનસાફલ્યની ચાવી છે. એ જ સ્વરાજ્યને પણ પાયે છે.
આને માટે કેળવણીની જરૂર છે. પણ આવી કેળવણી કેઈની આપી નથી અપાતી. તે તો એની મેળે જ ઊગી નીકળે છે. પોતાની મેળે એ રહસ્ય ખેાળી લેવું જોઈએ. જે ખેળતાં ન આવડે છે જેની મદદથી ખેાળી શકાય તેવે સ્થળે જઈને રહેવું જોઈએ.
અહીં આપણે આત્માનું જ્ઞાન મેળવવા માટે જ ભેગા થયા છીએ એટલે આપણે દરેક કાર્યમાં આપણું મેટું તેના તરફ રહેવું જોઈએ. આપણે બલીને કહેતા નથી કે, “અમે ફલાણનું કામ આત્મજ્ઞાન મેળવવા માટે કર્યું ” આપણે બેલતા નથી એટલું જ; બાકી આપણે જે કાર્યો કરીએ છીએ તેમાંથી આત્મજ્ઞાન મળતું જ રહે છે, એમાં લેશમાત્ર શંકા નથી. જેમ આપણે પતાસું ખાતી વખતે કહેતા નથી કે, “હું ખાંડ ખાઉં છું” પણ હકીકતમાં તે આપણે ખાંડ જ ખાતા હોઈએ છીએ. તેને ઘાટ પતાસાને હોવા છતાં તેમાં ગુણ અને સ્વાદ ખાંડને જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com