________________
અને ઉપજાતિ , એ બે છંદો જ પ્રયોજાયા છે, તે છતાં હૃસ્વ અને દીર્ઘ એવા અન્ય અનેક છંદોનું વૈવિધ્ય પણ અહીં આ પ્રમાણે, જોવામાં આવે છે : - નાના છંદો :
લાંબા છંદો : ઈન્દ્રવંશા, ઈન્દ્રવજા, વંશસ્થવિલ, માલિની, પુષ્મિતાઝા, મંદાક્રાન્તા, ઉપેન્દ્રવજા, વસંતતિલકા, શાલિની શિખરિણી, શાર્દૂલવિક્રીડિત
અને અલ્પપ્રચલિત તથા અગેય છંદો : ગીતિ, આર્યા, ઉદ્ગીતિ, મત્તમયૂરી
આ છંદોમાં પણ આચાર્યશ્રીએ, પોતાનાં પ્રતિપાદનની અનુકૂળતા માટે, કવિછૂટ(Poetic Licence)નો લાભ લઈને, અનુષ્ટ્રપ, ઉપજાતિ અને વસંતતિલકા વગેરે છંદોમાં, ચારને બદલે છ ચરણોનો પ્રયોગ પણ કર્યો છે.
શંકરાચાર્ય વિશ્વકક્ષાના, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રથમ પંક્તિના તત્ત્વચિંતક હોવા છતાં, અનેક દેવ-દેવીઓનાં સ્તોત્રોમાં સ્પષ્ટ રીતે પ્રતીત થતા, ઉત્તમ કોટિના ભક્ત અને અસાધારણ ઉચ્ચ સર્જક પ્રતિભા ધરાવતા એક સંવેદનશીલ કવિ પણ છે, એની અભિવ્યક્તિ-શક્તિનો પરિચય પણ આ પ્રકરણ-ગ્રંથમાં સહૃદય વાચકને પ્રાપ્ત થાય છે. પોતાના આધ્યાત્મિક-દાર્શનિક પ્રતિપાદનને સવિશેષ પ્રતીતિકારક બનાવવા માટે, તેમણે જે ઉપમા, રૂપક, પ્રાસાનુપ્રાસ વગેરે અર્થાલંકારો અને શબ્દાલંકારો પ્રયોજ્યા છે, તેમાં ઉપસી આવતી એમની કવિપ્રતિભાની વિશિષ્ટતાનું તે-તે શ્લોકોનાં ટિપ્પણમાં જ, સવિસ્તર રસદર્શન રજૂ કર્યું છે.
અને છેલ્લે હવે એક જ વાત રહે છે; અને તે છે ગ્રંથમાં અભિવ્યક્ત થતું, એક ને એક મુદ્દાનું, અવારનવાર થતું, પિષ્ટપેષણ, પુનરાવર્તન (Repetitions).
એક ને એક મુદ્દાને વારંવાર, અનેક વાર, અભિવ્યક્ત કરવાની બાબતમાં, આ બે વાત નોંધપાત્ર બને છે : '
એક તો એ કે સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, “પુનરુક્તિ' એ અવશ્ય એક દોષ છે; પરંતુ એ જ અનુસંધાનમાં બીજી વાત એ પણ છે કે વેદાંત જેવા, પ્રમાણમાં અઘરા અને ગહન વિષયનું તાત્પર્ય, શિષ્ય માટે, સરળ-સુબોધ અને સ્વીકાર્ય બની રહે એ માટે, આવું “પિષ્ટપેષણ' પણ માત્ર આવશ્યક જ નહીં, પરંતુ ઇચ્છનીય અને આવકાર્ય છે, એ અનુસંધાનમાં શ્રુતિનું પણ પૂરું સમર્થન છે.
આચાર્યશ્રીએ પોતે જ, આ ગ્રંથમાં, મિથ્યા અધ્યાસને દૂર કરવા માટે અને બ્રહ્મમાં ઢંતના અભાવનું પ્રતિપાદન કરવા માટે, શ્લોક-૩૯૩માં, એક હકીકત માટે અનેક ક્રિયાપદો યોજવાની, સ્વયં શ્રુતિની પદ્ધતિને, આ રીતે, ટાંકી છે :
વિવેકચૂડામણિ | ૩૧