________________
રાઈ પ્રતિક્રમણની વિધિ
૫૯પછી છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહણ કરીને બે વાંદણું. દેવાં અને સકલ તીર્થ સૂત્ર બેલવું.
તીર્થ વંદના સક્લતીર્થ વંદુ કર જેડ, જિનવર નામે મંગલ ક્રોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧. બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખધાર, પાંચમે વંદુ લાખ જ ચાર. ૨. છઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગો છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસેં સાર, નવ–શ્રેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાં વલી. ૪ સહસત્તાણું નૈવીશસાર, જિનવર ભવન તણે અધિકાર લાંબા સે જે જન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર. એકસે એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ઐત્યે જાણ; સેક્રોડ બાવનકોડ સંભાલ, લાખ ચોરાણુ સહસચઆલ. ૬ સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિ બિબ પ્રણમું ત્રણ કાલ; સાત કોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. ૭
પછી પાંચ માસને તપ કર, ચાર માસનો તપ કર, ત્રણ માસને તપ કર, બે માસને તપ કર, માસક્ષમણ કર (અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિતવતા જ.) પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન એમ તેરા દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ) સુધી ચિતવવું. પછી ચોત્રીસ ભક્ત (૧૬ ઉપવાસ) કર, બત્રીસ ભક્ત (૧૫ ઉપવાસ) કર. એમ બબે ભક્ત ઓછા કરતા યાવત્, ચેથ ભક્ત કર. એમ ચિતવવું. પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નીવિ કર, એકાસણું કર, બિયાસણું કર, અવઠ્ઠ કર, પુરિમુઠ્ઠ કર, સાઢ પિરિસી કર, પિરિસી કર, છેવટે નમુક્કારશી મુટ્રિઠ સહિય કર, અહિં સર્વત્ર ઉત્તરમાં (પરિસી સુધીમાં) કાંઈ પણ ન કરવું હોય તે શક્તિ નથી અને પરિણામ નથી, એમ વિચારવું, અને કઈ વખત પહેલા જે તપ કર્યો હોય ત્યાં સુધી આવી ત્યારે શક્તિ છે, પણ પરિણામ નથી એમ વિચારવું, છેવટે જે તપ કરવું હોય તેને પ્રશ્ન આવે ત્યારે શકિત છે, અને પરિણામ પણ છે, માટે આ પચ્ચક્ખાણ ધારું છું, એમ કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લેગસ્સ કહે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org