________________
૨૫૩
શ્રી શત્રુંજ્ય યાત્રા વિધિ કુંડની સામે રસ્તા પર શાશ્વતા “ષભ-ચંદ્રાનન-વરિષેણ ને વર્ધમાન આ ચાર ભગવાનનાં પગલાં છે.
અહિંયાથી નવા રસ્તા પર ગોરજીની દેરીઓ કહેવાય છે, ત્યાં એક નાના દેરાસરમાં પદ્માવતીદેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની. નાની મૂર્તિ છે તેના દર્શન કરી આગળ ચાલતાં ચઢાણ પુરૂં થતાં જુના. નવા રસ્તાના સંગમ પર જે હોટી દેરી આવે છે તેમાં ચાર કાઉસગીઆ શ્યામ પાષાણના છે, તે દ્રાવિડ અને વારિખિલ્લ જે ઋષભદેવ સ્વામીના પૌત્રો છે, જેઓ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિઓ. સાથે મેક્ષે ગયા છે અને રાજમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ચોથા નારદઋષિ જેઓ ૯૧ લાખ મુનિવરે સાથે મોક્ષે પધાર્યા છે તેમના દર્શન વંદન કરી આગળ વધવું.
આગળ વધતા રસ્તા પર પાંચ કાઉસગ્ગીઆની જે દેરી છે તે પાંચ. રામ, ભરત જેઓ ત્રણ કોડની સાથે અહિં ક્ષે ગયા છે. અને થાવસ્થા પુત્ર, શુક પરિવ્રાજક અને શેલકાચાર્યની મૂર્તિઓ છે. આગળ જતાં નાની. દેરી છે, તેમાં સુકેસલ મુનિના પગલાં છે, જેને વાઘણે ઉપસર્ગ કરેલ અને જેઓ રામચંદ્રજીના પૂર્વજ હતાં તે. આગળની દેરીમાં નમિવિનમિના પગલાં છે. ઉપર જતાં હનુમાન ધારા આગળ વડના ઝાડ નીચે
શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. આગળ રામપોળના પગથીયાં પહેલાં ઊંચે પહાડની શિલાપર જાલી–મયાલી ને ઉવાલીની મૂર્તિઓ છે. તેના દર્શન કરી રામપળમાં પ્રવેશ કર્યો એટલે શત્રુંજય ગિરિરાજનાં રાજા, એવાં શ્રી આદીશ્વર ભગવાનની પવિત્ર છત્ર છાત્રામાં આવી ગયા. - શ્રી શત્રુંજય ગિરિરાજ પર નવમૂકે છે તેનાં નામે ૧ દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૨ મોતીશા શેઠની ટુંકમાં પણ શ્રી આદીશ્વર ભગવાન છે. ૩ બાલાભાઈ શેઠની ટુંકમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે. ૪ શેઠ પ્રેમચંદ મેદીની ટુંકે મૂળનાયક આદીશ્વર ભગવાન છે.
ઉજ્વલ જિનગૃહ મંડલી” એટલે જેમ આ મંદિરોની નગરીને રાજા ઋષભદેવ જ ન હોય તેમ શેભી રહ્યા છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org