________________
ચોમાસની ચાર વિધિ
૫૦૩
તેરણ શ્રાવકને બેસવા માટે પાથરણું કે શેત્રુંજીની વ્યવસ્થા અને જે પ્રભાવના કરવાની હોય તેની અને ગુરુ મહારાજ પદવી ધર હોય તે બેસવા માટે પાટની વ્યવસ્થા તથા બેન્ડવાજા વગેરેની તૈયારી કરી લેવી. પછી કારતક સુદ પૂનમના દિવસે ચોમાસું બદલાવવાને જે સમય નકકી કર્યો હોય તેના બે કલાક પહેલાં પિતાના સગા વહાલા પરિવાર મિત્રવર્ગ વગેરેને સાથે લઈ ઉપાશ્રયે આવી બેન્ડવાજા બોલાવી સંઘના ભાવિક ભાઈ બહેને ભેગા થયેથી ગુરુ મહારાજને વાજતે ગાજતે પિતાના ઘેર અથવા નકકી કરેલા સ્થળે લઈ જાય પછી ગુરુ મહારાજ ત્યાં વ્યાખ્યાન આપે ને ગુરુ મહારાજને પિતાની શકિત મુજબ કામળ–કપડાં–ઉન–પાત્રા વગેરે વહેરાવે. જ્ઞાનપૂજન ગુરુ પૂજન કરે પછી શત્રુંજય પટના દશને જવાને વિધિ બાકી હોય તે તેને સમયે જાહેર કરે. પછી ગુરુ મહારાજ પચ્ચખાણ આપી સર્વ મંગલ કરે. પછી આપણે ત્યાં આ પુણ્ય પ્રસંગે પધારેલા સાધર્મિક ભાઈ બહેનેનું પ્રભાવના કરી સાધર્મિક ભક્તિ કરીયે.
- શ્રી શંત્રુજયના પટ દર્શનની વિધિ આ દિવસે જ કરવાની હોય છે. તે વિધિ ચોમાસું બદલ્યા પહેલાં ન થઈ હોય તે પછી નક્કી કરેલા સમયે સંઘ સાથે જઈ તે વિધિ કરવાની હોય છે.
આ વિધિ આજ પુસ્તકના પેજ ૪૫૯ માં મૂકવામાં આવી છે. સાંજના પ્રતિક્રમણ કરવા આવનાર ભાઈ બહેનને યથાશકિત પ્રભાવના કરવી જોઈએ. તે દિવસે ઘરના માણસોએ ખાસ સાંજના પ્રતિક્રમણને લાભ લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org