Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 532
________________ ૫૦૬ વિધિસંગ્રહ અર્થ એક વખતની વાત છે કે જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુ બાલ અવસ્થામાં હતાં ત્યારે તેમના માતા વામાદેવી તેમને જમવા માટે લાવે છે, અને પછી પ્રભુ જયારે જમવા બેસે છે ત્યારે વામામાતા તેમને જમણમાં કઈ કઈ વાનગીઓ પીરસે છે? કરે ત્યારે વાંચવાની શરૂઆત જેજે મેંઢામાં પાણી ન છૂટે. આ બધી ભાવ વાનગીઓ છે. જમવામાં થાળી મૂકવા માટે જે બાજોઠ જોઈએ તે બુદ્ધિરૂપી બાજોઠ લઈને ત્રણ જ્ઞાનના સ્વામી એવા પ્રભુ જમવા બેસે છે. વામામાતા તે બાલ પ્રભુની આગળ વિનયરૂપી થાળ સ્વચ્છ કરીને મૂકે છે. હવે આ થાળની અંદર વામમાતા બાલ અવસ્થા વાલા પ્રભુને જમણ પીરસવાની શરૂઆત કરે છે. દાન રૂપી દાડમના દાણું ફેલીને આપે છે. સમક્તિ શેરડીને છોલીને તેના નાના નાના કટકા કરી પુત્ર (લાલ) આગળ મૂકે છે. સમતારૂપી સીતાફળને રસ પણ કાઢી આપે જુકિતરૂપી જામફલ પણ કાપીને ખાવા માટે આપે છે. ચિત્તની નિર્મલતા રૂપી ચૂરમાના લાડવા ખાવા આપે છે. તેમાં સુમતિરૂપી સાકર છે. અને ભાવરૂપી ઘી ભેળવેલું છે. ચૂરમું ખાવા માટે સાથે ભક્તિરૂપી ભજિયાં પીરસે છે. અનુભવરૂપી અથાણું પણ સાથે આપે છે. જ્ઞાનનાં ગુંદવડાં અને પ્રેમના પેંડા પીરસે છે સાથે જાણપણાની જલેબી પણ મુકવામાં આવે છે દયારૂપી દુધપાક પણ આપવામાં આવે છે સંતોષરૂપી શીરે અને પૂણ્યની પૂરી પીરસવામાં આવે છે. અને દાતારૂપી. ઢીલી (નરમ) દાળ પણ જમણમાં છે. મેટાઈપી માલપુઆ અને પ્રભાવનારૂપી પુડલા પણ માતાએ પુત્રને માટે બનાવેલા તે આપે છે. વિચારરૂપી વડી પણ વઘારીને આપે છે. રૂચિ રૂપી રાયતું અને પવિત્ર પાપડ પણ પીરસવામાં આવે છે. છેલે જમણમાં ચતુરાઈરૂપી ચેખા તૈયાર કરીને (એસાવીને) માતા લાવે છે, તેની સાથે ઈન્દ્રયદમનરૂપી. દૂધને તારૂપી તાપથી (અગ્નિથી) ગરમ કરીને આપે છે. અને પ્રીતિરૂપાણી પ્રભુએ પ્રભાવતીના હાથથી પીધું. રૂપાણી ની તાપથી માતા લાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538