________________
૫૦૨
વિધિસંગ્રહ
૪. જેમાસું પરિવર્તન કરાવવાની વિધિ
વર્તમાન સમયમાં આપણું તપગચ્છમાં પૂ. સાધુ-સાધ્વી ભગવંતનું ચોમાસું પૂર્ણ થયે સંઘમાં કે પોતાના ઉપાશ્રયમાં ચોમાસું રહેલાં પૂ, સાધુ–સાવી ભગવંતને ચોમાસું બદલાવવાને રિવાજ પ્રણાલિકા છે. તે પહેલાં તે પૂ. સાધુ–સાધ્વી ભગવંતે પૂનમના દિવસે બીજા ગામ તરફ વિહાર કરી જતાં હતાં. પણ કાલકમે એ નિયમ બદલાયે ને ચોમાસું બદલાવવાની પ્રથા શરુ થઈ અત્યારે પણ કઈ કઈ મુનિરાજ પૂનમના દિવસેજ કાર્યપ્રસંગે બહારગામ વિહાર કરે છે.
હવે આ ચોમાસું બદલાવવાને લાભ લેવો હોય તેઓને પિતાના ઘેર તેટલી જગ્યાની સગવડ હેવી જોઈએ. અથવા તે પિતાના ઘરની નજીક કેઈવાડી વગેરે સ્થળ લઈને લાભ લઈ શકે છે. આ કાર્ય કરવામાં સહુ પ્રથમ સ્થાનની સગવડતા અને માત્રુ વગેરે પરઠવવા માટેની જગ્યા જરુર જોઈએ. તે વિના ન જ ચાલે. બીજું ઓછુંવત્ત ચાલે. પણ આ સગવડ તે કરવી જ પડે.
તે માટે સહુ પ્રથમ પૂ. ગુરુ મહારાજને બેસતા વર્ષે માંગલીક પ્રસંગે કે જ્ઞાન પંચમીના દિવસે વ્યાખ્યાન સમયે ઊભા થઈને જાહેર રમાં વિનંતિ કરે કે સાહેબ મને ચાતુર્માસ બદલાવવાનો લાભ આપે. પછી ગુરુ મહારાજ બીજા કેઈ ભાવિકની વિનંતિ હેય તે યેગ્યા લાગે તેને હા કહે. નહિંતર આપણને હા કહે ને જવાબમાં એમ કહે કે દ્રવ્ય ક્ષેત્ર કાલને ભાવને જોતાં એમાં કોઈ વિદ્ધ નહિં આવે તો તમારી વિનંતિનો સ્વીકાર કરીયે છીયે' પછી સંઘના ભાઈ બહેને જિન શાસન દેવકી જય બોલાવે. પછી લાભ લેનાર પુણ્યવાન આત્મા–પિતાના ઘેર જઈ પૂ. ગુરુ મહારાજના ઉતારાની સ્થળની વ્યવસ્થા કરે અને વ્યાખ્યાન માટે પાટ–ગહુંલી માટે પાટલા, સ્થાપનાજી પધરાવવા ટેબલ કે ત્રણ બાજોઠ, ચંદર પૂઠીયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org