________________
સાધુને અર્થ સહિત ગણવાની ગાથા
૪૨૫ અથ–- શયન એટલે સંથારાદિ, આસન એટલે પીઠિકાદિ, અને અન્નપણે એટલે આહાર પાછું, આટલું અવિધિએ ગ્રહણ કરવાથી ચૈત્ય એટલે અવિધિએ દેરાસરજીને અથવા પ્રતિમાજીને વંદનાદિ કરવાથી, યતિ એટલે મુનિઓને રીતિ પ્રમાણે વિનય ન કરવાથી, શગ્યા એટલે વસતિની અવિધિએ પ્રમાર્જના વગેરે કરવાથી, કાય એટલે લઘુનીતિ, ઉચ્ચાર એટલે વડીનીતિ. આ બન્નેનું અસ્થડિલે અથવા અપ્રતિલેખિત સ્થડિલે વ્યુત્સર્જન કરવાથી, પાંચ સમિતિ, બાર ભાવના, ત્રણ ગુપ્તિ વગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહીં કરવાથી, ઈત્યાદિ ક્રિયામાં વિતથ આચરણ થવાથી અતિચાર લાગ્યા હોય તે.
આ ગાથા ત્રણવાર ગણતાં તેમાં કહેલ બાબતે સંબંધી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેને સાધુએ સંભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતા ગુરુને આચાર્યને) અલ્પ વ્યાપાર હોવાથી આ ગાથા બે વાર અર્થ સાથે વિચારવી.
૧૦ સવારના પડિલેહણની વિધિ પ્રથમ ઈરિયાવહિ કરી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહભગવદ્ ! પડિલેહણ કરું ? (કરેહ) ઈચ્છે કહી ( મુહપત્તિ ૫૦ બેલથી ઘો કદરે ૧૦ બેલથી. આસન ચેરપટ્ટો કંચ ને સાડે ૨૫ બેલથી ) પડિલેહવા. પછી ઈરિયાવહિ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહજી, આ આદેશ માંગી નીચે આપેલી વિધિ પ્રમાણે સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવું.
૧૧ સ્થાપનાચાર્યજીના પડિલેહણની વિધિ પ્રથમ ખભાની કામલી પડિલેહી સંકેલીને તેના પર સ્થાપનાચાર્ય મૂકી પડિલેહવા. સ્થાપનાચાર્યની પડિલેહણમાં પ્રથમ એક મુડપત્તિ પડિલેહી પછી પાંચ આચાર્યજીનું પડિલેહણ કરવું. અને પછી બાકીની મેહપત્તિ,ગાદી વગેરેનું પડિલેહણ કરવું, અને બાકીના પડિલેહણના આદેશે માંગી પડિલેહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org