________________
ગ્રહણ વિચાર
૪૫૭
સમ્પૂમિ જીવા સંબંધી——ગાયના મૂત્રમાં ૨૪ પહેાર પછી, ભેંસના મૂત્રમાં ૧૬ પહેાર પછી, બકરીના મૂત્રમાં ૧૨ પહેાર પછી, ગાડરના મૂત્રમાં ૮ પહેાર પછી, અને–નારીના સૂત્રમાં અંતર્મુહૂત બાદ સમ્પૂમિ જીવા ઉત્પન્ન થાય છે.
ગ્ર...હ...ણુ વિ...ચા...ર
૧ અત્યજ કે અડચણવાલી સ્ત્રીઓના અશુભ પુદ્ગલેા ભગવતની પ્રતિમા ઉપર ન પડે તેટલા માટે જેમ પડદા રખાય છે તેમ ગ્રહણના પુદ્ગલે તા મહેાળા પ્રમાણમાં અશુભ હોવાથી ભગવંત ઉપર તેની છાયા ન પડે માટે દહેરાસરા અધ રખાય છે.
૨ દહેરાસરમાં લેાકે ચૈત્યવંદનાદિ સૂત્રો ખેલીને શ્રુતને અભડાવે નહિં, તે માટે પણ દહેરાસરા મધ રખાય છે.
૩ ગ્રહણ વખતે શુભ ક્રિયા થાય નહિ. માટે દહેરાસરા બ`ધ રખાય છે. ૪ દહેરાસરની જોડે થયેલ મૃતકની અસઝાય એક દિવસની છે, છતાં તે મૃતકલેવરને દહેરાસરની સામેથી લઈ જવાનું હેાય તે તેટલા સમય જેમ દહેરાસર બંધ રખાય છે; તેમ ગ્રહણની પણ અસજ્ઝાય તે આખા દિવસ છે. પરંતુ દહેરાસરા તા ગ્રહણના સમય પૂરતાં જ બધ રખાય છે અને તે જ શાસ્ત્રમાર્ગ–આચરણા સત્ય છે. કારણ કે શખ નીકળતી વખતે જે અશુભ પુદ્ગલા ઉછળી રહ્યા હેાય છે તે પુદ્ગલા શખ ગયેથી કે ગ્રહણ મૂક્ત થયેથી તે પ્રમાણમાં તે સ્થાને હેાતા નથી.
શ્રી પ્રવચનસારે દ્વારાદિ ગ્રંથના આધારે અસય વિચાર્
૧ સૂર્ય ગ્રહણ થાય તે જઘન્યથી ૧૨ અને ઉત્કૃષ્ટથી ૧૬ પ્રહર અસજ્ઝાય. ચ'દ્રગ્રહણ થાય તે જધન્યથી ૮ અને ઉત્કૃષ્ટથી ૧૨ પ્રહ૨ અસજ્ઝાય. તેટલા સમય જિનમ ંદિર, જિનપૂજા તથા જિનપ્રવચન (વ્યાખ્યાન) અધ.
Jain Education International
For Private & Personal Use Only
2
www.jainelibrary.org