________________
વિધિસંગ્રહ ૧. ચોમાસું બેસતાં કપડાં-કામળ વગે
- વહેરાવવાની વિધિ
- આ વિધિમાં સમયને આશ્રીને ફેરફાર ઘણે જે થઈ ગયે છે, છતાંય આપણે જેટલું સારું ને નિર્દોષ છે. તે ગ્રહણ કરવું. પહેલાના જમાનામાં સામાન્યથી ગૃહસ્થો કપડાં જ તેવા પહેરતાં હતાં કે તેમાંથી મુનિરાજ કે સાધ્વીજી મહારાજને નિર્દોષ કપડું મળી જતું હતું. હવે તે વાત જમાનાના હિસાબે બદલાઈ ગઈ
.. પહેલાના જમાનામાં ઍનિરાજને દુકાને અથવા ઘર પગલાં કરાવીને મુનિરાજ ધર્મ દેશના આપે પછી ગૃહસ્થ એમ કહે કે સાહેબ! આમાંથી મને લાભ આપી તારે, વર્તમાન સમયમાં તે ચોમાસું પધારેલા પૂ. સાધુ-સાધ્વી ભગવંતને તેમને ખપ પૂછી તે પ્રમાણેની બધી વસ્તુઓ લાવી પિઢી પર ભાવ સાથે લખીને મૂકવામાં આવે સહુ યથાશક્તિ ભકિત કરે લાભ લે.
”
કેટલાક ભાવિકે એમ વિચાર કરે કે –કે ત્રણ મહારાજ સાહેબને કેટલે ખપ હોય? પણ તેમાં જરાક વિચાર માંગી લે છે. મુનિરાજને પિતાના સમુદાયના બહાર ગામ રહેલાં પૂ. સાધુ-સાધ્વી ભગવંત માટે પણ લેવું પડે છે વહેરાવનારે પિતાની ભકિત ને શકિત મુજબ વહેરાવવું, વહરનારે કેટલું લેવું? તેને વિચાર તેઓ કરશે. પહેલાના સમયમાં વિવેકી શ્રાવકે આઠેય મહિના વહોરાવવાની વસ્તુઓ પિતાને ઘેર રાખે અને મુનિરાજને પૂછીને વહોરાવીને લાભ લે. એ ફરજમાં ફેરફાર થયો એટલે ચોમાસાની શરુઆતમાં જ બારે મહિનાનું વહોરાવવાનું શરૂ થયું. કેટલાક છે એમ કહે છે કે કાપડ બહુ મોંઘુ થયું છે એ વાત ખરી છે પણ તમારી એક જેડની કિંમતના હિસાબે આ એડ જરા પણ મેંઘી નથી અને તેમાં તે શકિતને ભાવ હોય તેટલો જ લાશ લેવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org