________________
શુભ ચિંતવન કરવાની ભલામણ
૪૩
જે જેનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવને મૃત્યુ ભયમય છે, પરંતુ જેઓ પિતાના સ્વરૂપમાં રમણતા કરનાર છે અને સાંસારિક પદાર્થોમાં રા ય. વાળા છે, તેવા જીવેને તે મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. તેઓ તે એમ જ વિચારે છે કે આયુષ્યકર્માના નિમિત્તથી જ આ દેડનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલે નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારે આત્મા તે અનાદિકાળથી મરણ પામ્યું નથી અને મરશે પણ નહિ પરંતુ પુણ્યશાળી આત્માને તે આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહને ત્યાગ કરે. અને શુભ કર્મોનાં પ્રભાવથીસમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શેક શાને હેય ? તેમાં તે આનંદ જ માનવાને છે.
જેમ કેઈ માણસને એક સડી ગએલી ઝુંપડીને છેડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તે તે માણસને શેક નહિ થતાં આનંદના ઉભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખંડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝુંપડીનો ત્યાગ કરી નવા દેડરૂપ મહેલને પ્રાપ્ત કર, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કઈ પ્રકારની હાનિ છે જ નહિ કારણ કે જે આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તે હે ચેતન ! તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે. બાકી વિચાર કર. અત્યાર સુધી સમાધિ વિના પરવશ પણે અનંતીવાર નરક તિર્યંચાદિકગતિમાં મરણ કર્યા છે. અસહ્ય દુઃખ સહન કર્યા છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિ મરણથી આનંદ માની તમામ વસ્તુ સિરાવી પાછળના સંબંધી છે રાગના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરજે પછી કદાચ મેહના જેરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ લાગશે નહિં. તે ચોક્કસ લક્ષમાં રાખજે.
મનની પ્રસન્નતા એ જ ચિત્તની શુદ્ધિનું મુખ્ય સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org