________________
પ્રથમ દિવસ શ્રી અરિહંત પદ
૨૯૭ અને વધઘટ હોય તે છઠ અગર આઠમથી શરુ કરવી. અને પૂનમ સુધી નવ આયંબિલ કરવા. આમ સાડા ચાર વર્ષ સળંગ એાળી કરવાથી નવ એની સંપૂર્ણ થાય.
(૧) એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે ઊઠી મંદ સ્વરે ઉપગથી રાઈ પ્રતિક્રમણ કરવું. (૨) પદના ગુણની સંખ્યા પ્રમાણે લેગસને કાઉસ્સગ્ન કરે. (૩) લગભગ સૂર્યોદય વખતે પડિલેહણ કરવું. (૪) આઠ થેવાળું દેવવંદન કરવું. (૫) સિદ્ધચકજીના યંત્રની વાસક્ષેપથી પૂજા કરવી. (૬) જુદા જુદા નવ દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવા. (૭) ગુરુવંદન ને વ્યાખ્યાન શ્રવણ કરવું. પચ્ચક્ખાણ કરવું. (૮) નાહી-ધોઈશુદ્ધ થઈ પ્રભુની સ્નાત્ર પૂજા તથા અષ્ટ પ્રકારી પૂજા કરવી. (૯) જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરી તેના પર યથાશક્તિ ફળ નેવેદ્ય ચઢાવવા. (૧૦) બફેરનું આઠ થાયવાળું દેવવંદન કરવું. (૧૧) દરેક પદના જેટલા ગુણે હોય તેટલી પ્રદૃક્ષણ ને ખમાસમણ દેવાં. (૧૨) પિતાના સ્થાનમાં આવી પચ્ચકખાણું પારીને આયંબીલ કરવું. (૧૩) આયંબીલ કર્યા પછી ઊઠતાં ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. પછી ચૈત્યવંદન કરી પાણી પી શકાય. ઠામ ચવિહારનું પચ્ચખાણ કરનારને ચૈત્યવંદન કરવાની આવશ્યક્તા નથી. (૧૪) સાંજે સૂર્યાસ્ત પહેલાં પડિલેહણ કરી આઠ થયના દેવવંદન કરવા. (૧૫) દેરાસરમાં આરતિ–મંગલ દીવે કરવા. (૧૬) દૈવસિક પ્રતિક્રમણ કરવું. (૧૭) જે દિવસે જે પદની આરાધના હોય તે પદની ૨૦ નવકારવાલી ગણવી. (૧૮) રાત્રે શ્રીપાલ રાજાને રાસ વાંચ કે સાંભળ. (૧૯) એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારા પરિસીની ગાથાઓ ભણાવી સંથારે સૂઈ જવું. (૨૦) દરરોજને જે વિધિ હોય તે હંમેશા રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ કરી દે.
પ્રથમ દિવસ શ્રી અરિહંત પદ. કાઉ. – સાથીયા – પ્રદક્ષિણા - ખમા. – નવકારવાલી - વર્ણ ૧૨ – ૧૨ – ૧૨ – ૧૨ - ૨૦--શ્વેત ચોખા
નવકારવાલીનું પદ –ઓ' હી નમે અરિહંતાણું
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org