________________
કાલમાંડલાની વિધિ
૩૮૧ ત્રણ પાટલી કરવી અને બે કાલગ્રહણ હેય તે અનુષ્ઠાનની ક્રિયા પહેલાં બે સઝાય પછી અનુષ્ઠાનની ક્રિયા પછી એક સક્ઝાય પઠાવવી ને ત્રણ પાટલી કરવી પછી બે સઝાય અને બે પાટલી કરવી. બંને સાથે પઠાવવી હોય તે બેસણે ઠાઉં?સુધી આદેશ માંગી પછી ખમાસમણુ દઈ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ પડિલેડી પછી વાંદણ વિગેરે ઉપર પ્રમાણે યાવત્ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી જમણે હાથ અવળે રાખી નવકારથી ઉથાપવી.
ઈતિ (૭) કાલમાંડલા (પાટલી) ની વિધિ કાલગ્રહણની ક્રિયા કર્યા પછી સઝાય પઠાવવી પછી પાટલી કરવામાં આવે છે. તેની વિધિ નીચે પ્રમાણે, પ્રથમ સ્થાપના ખુલ્લા કરી પાટલી છુટી કરી નીચે પ્રમાણે ગોઠવવી. પહેલા પાટલી તેની આગળ મુહપત્તિ પછી પાટલીની આજુબાજુ બે દાંડી પછી તગડી મુકવી પછી ઈરિયાહીય પડિક્કમી હાથ પુંછ, પાટલી પંજી, લેઈ પચીસ બેલથી એવાથી પડિલેડી મુકવી પછી હાથપુજી, મુહપત્તિ પુછ લેઈ ૨૫ બોલથી પડિલેહિ પાટલી પુંજીને તેની ઉપર મુકવી પછી હાથ પુજી, દાંડી પુંછ, દાંડી લેવી તે દાંડી દશ બોલથી પડિલેહી પાટલી ઉપર ઉંચેથી પુજીને મુહપત્તિની ઉપર મુકવી. પછી બીજી દાંડી પણ તે પ્રમાણે દશ બોલ કરી પાટલી ઉપર મુકવ પછી તગડી ચાર બોલથી પડિલેહી હાલે નહિ તેવી રીતે ગોઠવવી (જે પાટલી ન હાલતી હોય તે પાટલીની બાજુએ મુકવી) પછી બેઠાં ઉભા એક એક નવકારથી પાટલી થાપે, પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપતિ ૫૦ બોલથી પડિલેડવી પછી મુહપત્તિથી સામેની ડાબી બાજુની જગ્યા પંજી ડાબો હાથ પુંજી ડાબો હાથ ઉભે + પાટલી કરવી હોય ત્યારે સૌ સૌની જુદી પાટલી જઈએ, પણ સજઝાય પઠાવવામાં સામુદાયિક એક પાટલી ચાલે પણ સજઝાય પઠાવનારની કે કોઈ પણ યોગીની સજઝાય પઠાવતાં, સજઝાય જાય તો બીજી જુદી પાટલી થાપી સજઝાય પડાવે બાકીના ચાલુ પાકવીસી પૂરી પઠાવી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org