________________
૨૭
ઉજમણું કરવાની રીત
ઉજમણું કરવાની રીતઃलक्ष्मी कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जन बोधिलामः, जिनस्य भक्ति र्जिनशासने श्रीः गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥१॥ उद्यापनं यत्तपसः समर्थने, तचैत्ये मौलौकलशाधिरोपणम् , .. फलारोपाऽक्षतपात्रमस्तके, ताम्बूलदानं कृतभोजनोपरि ॥२॥
( ઉજમણું તપ કેરા કરતાં, શાસન સેતુ ચઢાયા હે.)
ઉદ્યાન અર્થાત્ ઉજમણું કરનાર આત્મા ખૂબ-ખૂબ લાભને પામે છે. તે ઉજમણું તપની પૂર્તિમાં તે કરેલાં તપની ઉજવણી નિમિત્તે કરવામાં આવે છે. અથવા સ્વભાવિક શાસનની શોભા માટે પણ આ ઉજમણું કરાય છે.
ઉજમણું કરવા માટે ભાવિક આત્માએ જેટલું દ્રવ્ય (પૈસા) વાપરવાનું નકકી કર્યું હોય તેના સરખા ચાર ભાગ કરવા જોઈએ. એક ભાગ દર્શનને એટલે દહેરાસરના ઉપકરણ માટે, બીજો ભાગ શ્રુતજ્ઞાન માટે, ત્રીજો ભાગ ચરિત્રના ઉપકણે માટે અને એ ભાગ સાધર્મિક માટે. લગભગ આ રીતે સરખા ચાર ભાગ કરી ઉજમણામાં દ્રવ્યને સદુપ
ગ કર જોઈએ. તેના બદલે વર્તમાન સમયમાં હજાર કે બે હજાર રૂપિયા ઉજમણામાં ખર્ચવાના હોય તેને લગભગ પિણે ભાગ ચંદરવા, પૂઠીયા, તેરણ પાછળ ખર્ચાઈ જાય છે. બાકી રહેલા જુજ પૈસામાંથી પાછા જ્ઞાન-દર્શન–ચારિત્ર ને સાધર્મિક. આ ચાર ભાગ પાડવાના. એટલે ચાર ભાગ માટે રકમ શું બાકી રહે? ને તેમાંથી આવે પણ શું? કંઈ જ નહિ. છેવટે બબ્બે વસ્તુઓ મુકીને મનને મનાવવાનું. તેથી આના માટે જે દ્રવ્ય ખર્ચવું હોય તેને વિવેક પૂર્વક ઉપગ કરે જઈએ. આ વિવેક ન હોવાના કારણે આ ચારેય ખાતાં આપણુ પાસે એની જરૂરિયાત માંગતાં જ રહેવાના.
ચંદરવા, પૂંઠીયામાં શું શું ભરાવવું અને તેને કયાં કયાં બાંધી શકાય તેને વિવેક લગભગ આપણાથી ભૂલાઈ જ ગમે છે. ચંદરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org