________________
વીશ સ્થાનક તપ આરાધન વિધિ
૨૫૯ થયા સંબંધી મિચ્છામિ દુક્કડં દે. ગુરુપૂજા, પ્રભાવના, સાધમવાત્સલ્ય કરવું.
અને ઘણી શક્તિ ન હોય તે એક પુરુષ જ, એક કલશ લઈ એક એક પૂજા ભણાવીને પંચતીર્થીની જ પૂજા કરે. એમ વશ વખત વિશ પૂજા ભણાવીને પૂજે, એમ એક જ પંચતીથી આગળ યથાશક્તિ ક્રિયા કરે તે પણ ચાલે, કારણ કે દ્રવ્ય થકી અશક્તને જે ભાવની બહુલતા છે તે તેટલું પણ અત્યંત ફળદાયક થાય છે.
ઇતિ વીશસ્થાનક સક્ષેપ પૂજા વિધિ
શ્રી વીશ સ્થાનક તપ આરાધન વિધિ સાધુ–સાવી જે એ તપ કરે તે જે પદના જેટલા ગુણ હોય તેટલા લેગસ્સને કાઉસ્સગ્ન કરી તેટલા ખમાસમણ આપે અને એ પદની વીશ નવકારવાળી ગણે. ઉપરાંત અવકાશ મળતું હોય તે ત્રણ કાળના દેવ, પાંચ શકસ્તવ, ત્રણ ચૈત્યવંદન અને આઠ સ્તુતિઓ વડે દેવ વાદે.
શ્રાવક-શ્રાવિકા આ તપની આરાધના કરનાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, બે વખત પડિલેહણ કરે, ત્રિકાળ પૂજા કરે, બ્રહ્મચર્ય પાળે, અસત્ય, ચેરીને ત્યાગ કરે, રાગ-દ્વેષની મંદતા કરે, બને તેટલે આરભને ત્યાગ કરે, બને તે ઉદાસીન ભાવથી લુખા પરિણામથી પોતાને નિભાવ કરી લે. બાકીની વિધિ કાઉસ્સગ્ગ, ખમાસમણ, સાથીયા, દેવવંદન વીશ નવકારવાળી વિગેરે લખ્યા પ્રમાણે કરે. શકિત હોય તે તે તપ સંબંધી ઉપવાસને દિવસે દહેરાસરમાં પદના ગુણ પ્રમાણે સાથીઆ કરી તેની ઉપર તેટલા ફળ, નૈવેદ્ય અને દ્રવ્યાદિક ચડાવે.
એવી રીતે એક એક પદના આરાધન માટે વર્તમાન કળાનુસારે યથાશક્તિ વશ વીશ અઠ્ઠમ, અથવા છઠ્ઠ, અથવા ઉપવાસ, અથવા આયંબિલ, નીવી કે એકાસણાથી કરે. એકાસણાથી એ છો તપ આમાં કરાય નહિ.
પ્રથમ શુભ દિવસ, વાર, નક્ષત્ર, ચંદ્રબળ જોઈને ગુરુ પાસે વિધિ સહિત આ તપ ઉચ્ચરે અને શરૂ કરે, જઘન્યથી બે મહિનામાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org