________________
दीधिति: १
तादृशधर्मघटिता प्रतियोगिता एव दुरुपपन्ना । तस्मात् व्याप्तिलक्षणं अत्र अव्याप्तम् एव भवति इति चेत् ? न, यथा: युष्मद्भिः पूर्वं पारिभाषिकं साध्यतावच्छेदकभिन्नत्वं निरूपितम्, तथैव अस्माभिरपि तद् अङ्गीक्रियते । तथा च घटत्वादिकं साध्यतावच्छेदकभिन्नमेव इति कथं साध्यतावच्छेदकभिन्नस्य अप्रसिद्धिप्रयुक्ता अव्याप्तिः प्रतिष्ठां याति ? एवं च साध्यतावच्छेदकधर्म-तद्भिन्नधर्मानवच्छिन्ना प्रतियोगिता या युष्माभिः लक्षणघटकीकृता । अस्माभिः तां परित्यज्य यदि साध्यतावच्छेदकभिन्न-साध्यनिष्ठ-धर्मावच्छिन्ना प्रतियोगिता लक्षणघटकीक्रियते, तदा को दोषोऽस्माकम् इति चेत् अत्रोच्यते । एवं पारिभाषिकव्याख्यां स्वीकृत्य साध्यतावच्छेदकभिन्नस्य प्रसिद्धिः यद्यपि क्रियते त्वया । तथापि नाव्याप्तिनिरासो भविष्यति । यतो घटत्व-पटत्व- पुस्तकत्वादयः सर्वे एव धर्माः निरुक्तरीत्या साध्यतावच्छेदकप्रमेयभिन्नाः साध्ये प्रमेयवति वर्तमानाः च । तथा च सर्वाः अपि प्रतियोगिताः तादृशधर्मावच्छिन्ना एव इति तादृशधर्मानवच्छिन्नायाः, प्रतियोगितायाः एव अप्रसिद्धिः भवति । यतः कोऽपि धर्मः साध्यतावच्छेदकभिन्नः साध्यनिष्ठश्चैव । एवं प्रतियोगितायाः एव अप्रसिद्धत्वात् तद्घटितं व्याप्तिलक्षणं अपि युष्मन्मते अव्याप्तिमत् । तथापि अत्र जागदीश्यां तस्य निरूपणं कृतं नास्ति, अतः • अस्माभिः केवलं उल्लेखः क्रियते इति ध्येयम् ]
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: હ્વિમાન્ ધૂમાત્ માં આવતી અવ્યાપ્તિ નિવારવા માટે તમે સાધ્યતાવચ્છેદકતભિન્ન-ઉભયધર્મથી અનવચ્છિન્ન પ્રતિયોગિતા લેવાની વાત કરેલી. અને એમ કરવાથી પ્રમેયવત્વામાં પાછી અવ્યાપ્તિ આવી. તેને નિવારવા "તભિન્ન" પદની પારિભાષિક વ્યાખ્યા પણ કરવી પડી. પણ ખરી વાત તો એ છે કે વહ્નિમાન્ ધૂમાત્ સ્થલે બીજી રીતે અવ્યાપ્તિ દૂર થઈ જ જાય છે. તે આ રીતે - "સાધ્યતાવચ્છેદકથી ભિન્ન એવો જે સાધ્યમાં રહેલો ધર્મ હોય તેનાથી અનવચ્છિન્ન=અનવચ્છેદ્ય એવી પ્રતિયોગિતા લેવાની." ધૂમાધિકરણ પર્વતાદિમાં મહાનસીયવહ્નિનો અભાવ લીધો. પણ એની પ્રતિયોગિતા તો મહાનસીયત્વ અને વસ્તિત્વ એ બે ધર્મથી અવચ્છિન્ન છે. એમાં મહાનસીયત્વધર્મ એ સાધ્યતાવચ્છેદકથી ભિન્ન પણ છે. અને પાછો સાધ્ય એવા વહ્નિમાં પણ તે મહાનસીયત્વધર્મ રહેલો છે. અને તેથી આ પ્રતિયોગિતા તો સાધ્યતાવચ્છેદકભિન્ન+સાધ્યનિષ્ઠ એવા મહાનસીયત્વધર્મથી પણ અવચ્છિન્ન હોવાથી આ પ્રતિયોગિતા ન લેવાય. પણ ઘટાભાવની ઘટમાં રહેલી પ્રતિયોગિતા લઈ શકાય. કેમકે એ ઘટત્વથી અવચ્છિન્ન છે. અને ઘટત્વ એ સાધ્યતાવચ્છેદક એવા વહ્નિત્વથી *ભિન્ન હોવા છતાં પણ સાધ્યનિષ્ઠ ન હોવાથી આ પ્રતિયોગિતા તાદશધર્મથી અનવચ્છિન્ન જ ગણાય. અને આ પ્રતિયોગિતાનો અનવચ્છેદક વહ્નિત્વ એ જ સાધ્યતાવચ્છેદક મળી જવાથી કોઈ અવ્યાપ્તિ ન આવે.
[ઉત્તર: પહેલી વાત તો એ કે તમારા કહેવા પ્રમાણેની પ્રતિયોગિતા લઈએ તો ય પ્રમેયવત્વાનુ સ્થલે સાધ્યતાવચ્છેદક એવા પ્રમેયથી ભિન્નની પ્રસિદ્ધિ જ નથી. એટલે અવ્યાપ્તિ તો આવશે જ. ભલે એ વહ્વિમાન્ સ્થલે ન આવે પણ પ્રમેયવત્વાનુ સ્થલે તો આવવાની જ.]
[પ્રશ્નઃ એ અવ્યાપ્તિ નિવારવા માટે તમે જે પારિભાષિક વ્યાખ્યા કરેલી. એ અમે પણ સ્વીકારી લેશું. આમ એ રીતે એ સ્થલે પણ અવ્યાપ્તિ ન આવે. એટલે " સાધ્યતાવચ્છેદક+તભિન્ન-ઉભયધર્માનવચ્છિન્ન એવી પ્રતિયોગિતાને લક્ષણમાં ઘટક બનાવવાને બદલે સાધ્યતાવચ્છેદકભિન્ન+સાધ્યનિષ્ઠ એવા ધર્મથી અનવચ્છિન્ન પ્રતિયોગિતાને લક્ષણ ઘટક બનાવીએ તો શું વાંધો? સાધ્યતાવચ્છેદક=સાધ્યતાવચ્છેદક પ્રમેયથી ભિન્ન અને
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૦
܀܀܀܀܀