________________
સૂ૦ ૧-૧-૨
(૩) દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક દ્રવ્ય પ્રયોગમાં કારણ બને છે જે શબ્દોને તે શબ્દો દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. દા.ત. દેવદત્ત શબ્દ. આ શબ્દનાં વ્યવહારમાં દેવદત્ત નામનો પદાર્થ જ કારણ બને છે.
(૪) ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક : ક્રિયા પ્રયોગમાં કારણ બને છે જેઓને તે શબ્દ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. દા.ત. પાવ વગેરે શબ્દોના વ્યવહારમાં રાંધવાની ક્રિયા કારણ બને છે. “નીત પર: અહીં પટ નામના પદાર્થમાં નીત સ્વરૂપ ગુણ અને ઘટત્વ સ્વરૂપ જાતિ બંને અનુક્રમે ગુણપ્રવૃત્તિનિમિત્તક અને જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દો છે તથા ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા એવા આ બેનું ઘટ નામના પદાર્થમાં જ રહેવું સંભવે છે. આને સમાનાધિકરણપણું કહેવાય છે. જો નીત ગુણ અને પરત્વ જાતિમાં અત્યંત ભેદ હોત તો ઘટ અને પટની જેમ એક જ અધિકરણમાં (સમાન પ્રદેશવાળા એક જ અધિકરણમાં) રહેવાપણું થાત નહીં. અહીં નીન અને પરત્વનો કંઈક અપેક્ષાએ અભેદ હોવાથી બંને એકાધિકરણમાં રહેલા જણાય છે. વળી “નીત” અને “ધત્વ” વચ્ચે અત્યંત અભેદ હોય તો પણ બંને એક જ અધિકરણમાં રહી શકત નહીં. સમાનાધિકરણપણું ભેદ સ્વરૂપ કારણથી જ ઘટી શકે છે. એક જ “નીલ” વર્ણની અપેક્ષાએ એવું કહી શકાતું નથી કે નીત, નીત વર્ણ થાય છે. અહીં નીતિ અને પટમાં ભેદને કારણે સમાનાધિકરણપણે થઈ શક્યું છે. તથા અત્યંત અભેદ માનવામાં આવત તો “ગીત” અને પટ” એ બેનું ભિન્ન ભિન્ન સ્વરૂપપણું પણ રહેત નહીં.
વળી, “નીત” શબ્દથી જ ઉત્પન્ન શબ્દની પ્રતીતિ થઈ જવાથી “નીનોવૈર્તમ્” પ્રયોગને બદલે માત્ર નીત શબ્દનો પ્રયોગ જ સાર્થક થાત અને ઉત્પન્ન શબ્દમાં અનર્થકપણાંનો પ્રસંગ આવત. સ્યાદ્વાદને સ્વીકારવાથી જ ઉપરોક્ત પ્રયોગો સાર્થક થઈ શકશે.
સ્યાદ્વાદને સ્વીકારવામાં નહીં આવે તો વિશેષણ-વિશેષ્યભાવ પણ ઘટી શકશે નહીં. એક વસ્તુ “સ” જ છે એવું નિયમન કરાય છતે વિશેષણ-વિશેષ્યભાવ ઘટી શકશે નહીં. કંઈક અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયેલું એવું વિશેષ્ય હોય છે. આથી વિશેષણથી કંઈક અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયેલું એવું વિશેષ્ય જ સ્વીકારવા યોગ્ય છે. હવે એક વસ્તુ “સ” જ છે, આવો પ્રયોગ થયો હોય ત્યારે “તું” એ વિશેષણ છે અને વસ્તુ એ વિશેષ્ય છે. હવે “સ”થી અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયેલ એવું વિશેષ્ય છે? અથવા તો “સ” સ્વરૂપવાળું જ વસ્તુ સ્વરૂપ વિશેષ્ય છે ? અહીં જો સત્ વિશેષણ સ્વરૂપને વસ્તુ (વિશેષ્ય) સ્વરૂપ જ માનવામાં આવે તો બંને એક થઈ જવાથી “તું” શબ્દ એ વસ્તુ શબ્દનું વિશેષણ થઈ શકશે નહીં, કારણ કે એ જ સ્વરૂપવાળું વિશેષણ એ જ સ્વરૂપવાળા વિશેષ્ય સ્વરૂપે થઈ શકતું નથી અને બંને એક સ્વરૂપવાળા થઈ જાય તો ક્યાંતો વિશેષ રહી શકશે અથવા તો વિશેષણ રહી શકશે. હવે જો એકલુ વિશેષણ રહે તો