________________
સૂ૦ ૧-૧:૯
૧૭૭
વર્ણોનો પાઠક્રમ તો વ્યવસ્થિત જ છે. આથી દોષનો અભાવ કરવા માટે “આચાર્ય ભગવંતે” નવી વ્યવસ્થા વિચારવી પડી નથી. તેથી વ્યવસ્થા અર્થવાળો ‘આવિ' શબ્દ પણ ઘટતો નથી. અહીં સંભવ હોય તો જ વિશેષણ અર્થવાળું છે. દા.ત. ચાર પગવાળો માણસ. અહીં ચાર પગવાળું વિશેષણ માણસમાં સંભવિત નથી. માટે આ વિશેષણ સાર્થક નથી. પરંતુ બે પગવાળો માણસ આ વિશેષણ માણસમાં સંભવિત છે. માટે જ અર્થવાળું છે તથા લાલ કમળ, આ વિશેષણ જેમ કમળમાં વિદ્યમાન છે તેમ ઘટમાં પણ વિદ્યમાન છે. આથી લાલ એ કમળનું દોષવાળું વિશેષણ હોવા છતાં પણ અર્થવાળું વિશેષણ છે. આવું જ સ્વરૂપ વિશેષણ વ્યવસ્થાવાળા ‘આવિ’ શબ્દ સાથે ઘટતું નથી. વ્યવસ્થા તો પહેલેથી જ નક્કી છે. આથી વ્યવસ્થા અર્થવાળો ‘આવિ’ શબ્દ પણ અહીં ઘટતો નથી.
‘‘આવિ’નો પ્રકાર અર્થ પણ ઘટતો નથી. ‘’ વગેરે વ્યંજનોમાં જો કોઈક પ્રકારથી સમાનતા પ્રાપ્ત થાય તો ‘આવિ’નો પ્રકાર અર્થ ઘટી શકે. ‘’ વગેરે વ્યંજનોનું સ્વરૂપ આકારની (આકૃતિની) અપેક્ષાએ અત્યંત અસમાન છે. આથી સ્વરૂપથી પણ સમાનતા આવતી નથી. કદાચ વર્ણથી સમાનતા લેવા જાય તો સ્વરો પણ વ્યંજન તરીકે આવી જાય. ઉચ્ચારણ ધર્મથી જો સમાનતા લેવા જાય તો બધા જ શબ્દો પણ વ્યંજનો બની જવાની આપત્તિ આવત. આ પ્રમાણે ‘’ વગેરે વ્યંજનોમાં અત્યંત અસમાનતા હોવાથી ‘આવિ’નો ‘પ્રકાર’ અર્થ પણ યોગ્યપણાંને પ્રાપ્ત થતો નથી.
(श०न्या० ) अवयवार्थवृत्तिस्तु सङ्गच्छते, ककार आदिरवयवो यस्य वर्णसमुदायस्य स कादि:, अत एवेह तद्गुणसंविज्ञानो बहुव्रीहिः समुदायस्यावयवे समवेतत्वाद्, न्यग्भूतावयवत्वेन च समुदायप्राधान्यादेकवचनम् । संज्ञिसामानाधिकरण्येऽपि 'स्मृतय: प्रमाणम्' इतिवदाविष्टलिङ्गत्वाद् व्यञ्जनमिति नपुंसकत्वम् । अवयवस्य वाऽऽसन्नत्वात् सामीप्यादीनां च व्यवहितत्वात् “सन्निहितपरित्यागे व्यवहितं प्रति कारणं वाच्यम्” इति न्यायादवयवार्थसम्भवेऽन्येषामग्रहणમિતિ ।
અનુવાદ :- ‘અવયવ’ અર્થમાં રહેલો ‘આવિ’ શબ્દ સંગત થાય છે. વાર છે અવયવ જેમાં એ હિ સ્વરૂપ વર્ણસમુદાય વ્યંજન કહેવાય છે. આ પ્રમાણે અર્બિંનનમ્ એ તળુળસંવિજ્ઞાનન્ બહુવ્રીહિ સમાસ થાય છે. ‘’ અવયવ પણ વ્યંજન સ્વરૂપ સમુદાયનો જ એક ભાગ છે. જેમ ‘તન્વર્ગ: રાસમ:'માં લાંબા કાનો એ ગધેડાનાં જ ગુણ સ્વરૂપ છે ગધેડાથી ભિન્ન નથી. તેમ વ્યંજનથી પૃથગ્ ાર નથી પણ વ્યંજનનાં જ એક ભાગ સ્વરૂપે છે. વ્યંજન (૩૩નો સમુદાય) એ સમુદાય છે અને વાર્ એ અવયવ છે. ન્યાયની ભાષામાં અવયવમાં સમુદાય સમવાય