Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 396
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૬૧ ઞ અને પ્રત્યયનો ર્ફે બંને ભેગાં થઈને દ્દ થશે. આ ર્ એકાદેશ સ્વરૂપ થશે. આ ૬ સ્વરૂપ એકાદેશ ક્યાં તો પ્રકૃતિના અંતની સમાન થાય છે. અથવા તો પરવર્તી એવા પ્રત્યય ફૈના આદિવાળા સમાન થાય છે. આથી ક્યાં તો પ્રકૃતિ હૈં અંતવાળી ગણાશે અથવા તો પ્રત્યય ૬ આદિવાળો ગણાશે. જો અહીં પર્યુદાસપ્રતિષેધ માનવામાં આવશે તો ાબ્વે અને ચેમાં વિભક્તિથી ભિન્નતા છે, છતાં પણ તે વિભક્તિસદેશ છે. કારણ કે “સમયસ્થાનનિષ્પન્ન...” ન્યાયથી ‘“પ્’ સ્વરૂપ આદેશ જ્યારે પ્રકૃતિને ભજનારો થાય છે ત્યારે “શબ્દે” અને “ડ્યે” સ્વરૂપ પ્રકૃતિ કહેવાશે અને આ પ્રકૃતિ વિભક્તિઅંત કહેવાશે નહીં, છતાં પણ વિભક્તિઅંતથી ભિન્ન તો છે જ. આથી ‘‘તાદૃશ’’થી ‘‘ાળ્યુ” અને “ચે” સ્વરૂપ પ્રકૃતિ લઈ શકાશે. માટે વિભક્તિઅંતથી ભિન્ન અને અર્થવાન્ એવા આ બંનેમાં નામસંજ્ઞાનો પ્રસંગ આવે છે. હવે વાજ્યું અને ચે નામસંજ્ઞાવાળા થઈ જાય તો ફરીથી વિભક્તિના પ્રત્યય લાવીને પદસંજ્ઞા બનાવવાની આપત્તિ આવે. આથી આવા શબ્દોની નામસંજ્ઞા અટકાવવા માટે કોઈક પુરૂષાર્થ આવશ્યક છે. જો અહીં પ્રસજ્યપ્રતિષેધ માનવામાં આવશે તો ઉપરોક્ત દોષ આવશે નહીં. કારણ કે પ્રસયપ્રતિષેધમાં વિભક્તિનું વર્ઝન ઇષ્ટ છે અને એકાદેશ થવા દ્વારા ભલે હૈં પ્રકૃતિના અંતને ભજનારો થાય, છતાં પણ તે વિભક્તિ સ્વરૂપ તો છે જ. આથી જડ઼ે અને ક્યેમાં નામસંજ્ઞાની આપત્તિ આવશે નહીં. માટે પ્રસજ્યપ્રતિષેધ જ માનવો જોઈએ. ઉત્તરપક્ષ :- જ્યારે બંને નિષેધોનો વ્યવહાર કરવાનો ઉપયોગ આવે ત્યારે પર્યુદાસનિષેધ જ માનવો જોઈએ. પર્યાદાસનિષેધ વિધિપ્રધાન છે. જ્યારે પ્રસજ્યનિષેધ, નિષેધની પ્રધાનતાવાળો છે. હવે જ્યાં વિધિ અને નિષેધ ઉભયની પ્રાપ્તિ થતી હોય ત્યાં નિષેધનો સ્વીકાર કરવો તે અયોગ્ય છે. અહીં તે તે શબ્દોમાં નામસંજ્ઞા કરવી છે આથી કંઈ અભાવમાં નામસંજ્ઞા થઈ શકે નહીં. માટે જ વિધિની પ્રધાનતાવાળો પર્યાદાસનિષેધ જ અહીં સ્વીકારવો જોઈએ. વિધિનો સંભવ હોય ત્યારે નિષેધનો સ્વીકાર થઈ શકે નહીં. કદાચ કોઈ કહે કે પર્યાદાસનિષેધમાં વિભક્તિ અંતની પણ નામસંજ્ઞાની પ્રાપ્તિનો દોષ આવે છે. માટે અમે તો નિર્દોષ એવો પ્રસજ્યપ્રતિષેધ જ સ્વીકારીશું, તો એના અનુસંધાનમાં અમે કહીએ છીએ કે અહીં જો પ્રસજ્યપ્રતિષેધ સ્વીકારશો તો વાક્યના ભેદનું ગૌરવ થવાનો દોષ આવે છે. વાક્યભેદનું ગૌરવ આ પ્રમાણે થાય છે પર્યાદાસપ્રતિષેધમાં સૂત્ર ઉ૫૨થી જ અર્થનો બોધ થઈ જાય છે કે ધાતુ, વિભક્તિ અને વાક્યથી ભિન્નની નામસંજ્ઞા થાય છે. જ્યારે પ્રસજ્યપ્રતિષેધ માનવામાં આવે તો તમારે સૂત્રનો અર્થ સમજવા માટે નવું વાક્ય બોલવું પડશે. પર્યાદાસનિષેધમાં “ન”નો અન્વય પાસે રહેલા નામ સાથે થશે. આથી સૂત્ર ઉપરથી જ સીધો અર્થ પ્રાપ્ત થઈ શકશે. જ્યારે પ્રસજ્યનિષેધ માનવામાં

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412