Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 397
________________ ૩૬૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આવશે તો નિષેધનો અન્વય ક્રિયા સાથે થશે. આથી સૂત્રનો અર્થ સમજવા માટે અધ્યાહારથી ક્રિયા લાવીને “નમ્"નો અન્વયે ક્રિયા સાથે કરીશું તો જ સૂત્રાર્થ સમજાશે. આથી નવા વાક્યદ્વારા અર્થબોધ થશે. આમ પ્રસજ્યપ્રતિષેધ માનવાથી વાક્યભેદ નામનો દોષ આવે છે. વળી, અહીં “ન" ક્રિયાપદને સાપેક્ષ હોવા છતાં પણ ધાતુ વગેરે સાથે સમાસ થાય છે. આથી “સાપેક્ષમ્ સમર્થ” ન્યાયથી સમાસ થવો જોઈએ નહીં, છતાં પણ સમાસ થયો છે. માટે તે ન્યાયને અનિત્ય માનવો પડશે. આ પ્રમાણે વાક્યભેદ દ્વારા અર્થનો બોધ પ્રાપ્ત થવો એ મોટા દોષ સ્વરૂપ છે. માટે પ્રસજ્યપ્રતિષેધ માની શકાશે નહીં. વળી, આ ત્રણની નામસંજ્ઞા નથી થતી તો કોની નામસંજ્ઞા થાય છે? આ પ્રશ્ન પણ બહુ મોટો ઉપસ્થિત થાય છે, માટે પ્રસજયપ્રતિષેધ સ્વીકારી શકાશે નહીં. અહીં પર્યદાસનિષેધમાં વિભક્તિ-અંત એવા “” અને “શૈ”માં નામસંજ્ઞાની આપત્તિ આવે છે તથા પ્રસજયનિષેધમાં વાક્યભેદનો દોષ આવે છે તેમજ વિધિનો સંભવ હોય ત્યાં નિષેધનો સ્વીકાર કરવો પડે છે. આમ ઉભયપક્ષે દોષની શક્યતાને ધ્યાનમાં લઈને કોઈક પૂર્વપક્ષની માન્યતા રજૂ કરીને આચાર્ય ભગવંતશ્રી નનું વોત{ ...પંક્તિઓ દ્વારા જવાબ આપે છે. પૂર્વપક્ષ કહે છે કે બંને નિષેધને વારાફરતી માનવામાં દોષ આવે છે. આથી બંને નિષેધ એકસાથે અપનાવી લો જેથી પર્હદાસપક્ષમાં વિધિનો સંભવ પણ થઈ શકશે અને પ્રસજ્યપક્ષમાં વિભક્તિ-અંતની નામસંજ્ઞા પણ નહીં થાય. આચાર્યભગવંતશ્રી આના અનુસંધાનમાં જ કહે છે કે જો અનાદ્વિવત્ આદેશ દ્વારા વાડે અને ૩માં + થઈને જે | આદેશ થાય છે તે ઉભયસ્થાનથી નિષ્પન્ન થયો હોવાથી, જયારે પૂર્વમાં રહેલી પ્રકૃતિમાં નામસંજ્ઞાનું કાર્ય આવશે તો પૂર્વમાં રહેલી પ્રકૃતિના અંત જેવો ગણાશે. આથી પ્રકૃતિ પ અંતવાળી મનાશે. આથી અનિષ્ટ સ્થળમાં નામસંજ્ઞાની આપત્તિ આવશે. તથા આદેશ જો પર સ્વરૂપ મનાશે તો આદિવાળો પ્રત્યય થશે. આથી પ્રસજ્યનિષેધમાં વાળે અને ચેમાં સ્વરૂપ વિભક્તિનો પ્રત્યય હોવાથી વાડે અને કુચેની નામસંજ્ઞા થશે નહીં. પરંતુ વાક્યભેદ વગેરે દોષો તો અહીં રહે જ છે. આ પ્રમાણે ઉભય પક્ષમાં દોષની શક્યતા હોવાથી જો તમે ઉભય કાર્ય એકસાથે માનવાનું કહેશો અને એમ કરવા દ્વારા ઉભય પક્ષમાં દોષનું નિવારણ કરશો તો આ રીતે થઈ શકશે નહીં. એક સેવક હોય અને એના બે સ્વામી હોય. આ બંને સ્વામીઓનું કાર્ય એકસરખું અગત્યનું હોય ત્યારે આ સેવક એક જ સમયે બે સ્વામીઓનું કાર્ય કરી શકશે નહીં. હા એ સેવક ક્રમશઃ પોતાના સ્વામીનું કાર્ય કરી શકશે. એ પ્રમાણે અહીં પણ એક જ સૂત્રમાં બંને નિષેધો એકસાથે અપનાવી શકાશે નહીં. ક્યાંતો પર્યદાસનિષેધ લેવો પડશે અથવા પ્રસજયનિષેધ લેવો પડશે.

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412