________________
૩૬૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (નામનું) હ્રસ્વ થાય એવું પાણિનીજી કહે છે. તો વસ્તીવે (૨/૪૯૭) સૂત્રમાં નપુંસકમાં વર્તમાન જે નામ છે તે નામમાં હ્રસ્વપણું થાય (વિભક્તિ-અંત નામમાં હૃસ્વપણું ન થાય) એ પ્રમાણે વિધાન કેમ નથી કરાયું?
ઉત્તરપક્ષ:- તમારી વાત સાચી છે. નામમાં જ હૃસ્વપણું થાય છે એવું કહેવામાં આવ્યું નથી. પણ આકર્ષણ કરવામાં આવ્યું છે. અર્થાત્ એ પદ આકાંક્ષાના વશથી આવી જ જાય છે. નપુંસકમાં વર્તમાન કોણ? એ પ્રમાણે સપ્તમી વિભક્તિના કારણે સાહજિક જ આકાંક્ષા ઉસ્થિત થાય છે. માટે આકાંક્ષાના વશથી નામપદ આપોઆપ જ આવી જશે. જો નામપદનું આકર્ષણ ન કરવું હોત તો સપ્તમી વિભક્તિને બદલે ષષ્ઠી વિભક્તિ કરાઈ હોત અને સૂત્ર વસ્તીવસ્થ બનાવ્યું હોત. ષષ્ઠી વિભક્તિ અર્થનો બોધ આકાંક્ષા વગર જ કરાવત. આથી વિભક્તિ અંત અથવા તો વિભક્તિ વગરનું કોઈપણ નામ હ્રસ્વ થઈ જાત. એવું નથી કરવું માટે જ સપ્તમી વિભક્તિ કરી છે. અહી બધું જ દોષરહિત છે.
આ પ્રમાણે પર્યદાસનિષેધ સ્વીકારવાથી વિભક્તિ દેશ એવા કાળે, માં નામસંજ્ઞા થશે તો પણ કોઈ આપત્તિ નથી. આ પ્રમાણે પર્યદાસનિષેધ જ સ્વીકારવા યોગ્ય છે.
-: જાસસારસમુદ્ધાર:अधात्वित्यादि-उच्यते विशिष्टोऽर्थोऽनेनेति बाहुलकात् करणेऽपि घ्यणि वाक्यम्, कर्मणि तु प्रतीतमेव । अर्थो द्वेधा-अभिधेयो द्योत्यश्च । तत्राभिधेयः स्वार्थादिभेदात् पञ्चधा, द्योत्यश्च समुच्चयादिरिति । यद्वा चकारादिना द्योत्यस्यापि समुच्चयादेः समासादिनाऽभिधीयमानत्वादभिधेयत्वमस्तीत्याह-द्योत्यश्चेत्यादि-अभिधेय इति शेषः, न केवलं स्वार्थादिरभिधेयो द्योत्यश्च समुच्चयादिरभिधेय इति चार्थः ।
-: જાસસારસમુદ્ધારનો અનુવાદ :ઉપરોક્ત તમામ પંક્તિનો અનુવાદ બૃહયાસમાં આવી ગયેલ છે. (न्या०स०) समुच्चयादिरिति-आदिपदाद् ‘वा विकल्पादौ' ‘एवोऽवधारणे' इत्यादि बोध्यम् । तथा द्योतकानां विशेषणं नास्ति, यथा 'घटश्च भव्यम्' इति । तथा चादीनां स्वार्थोऽपि द्योत्यतया न वाचकतयेत्येकोऽप्यभिधेयो नास्ति । स्वरादीनां तु लिङ्गसंख्ये न स्तः ।
અનુવાદ :- સમુચ્ચય પછી જે મતિ શબ્દ લખેલ છે તે બદ્રિ પદથી વિકલ્પવાળો વા શબ્દ લેવો. તથા અવધારણ અર્થવાળો વ શબ્દ લેવો, વગેરે જાણવા યોગ્ય છે. . તથા દ્યોતક એવા શબ્દોનું વિશેષણ હોતું નથી. દા. ત. ઈટ પત્રમ્ (અને સુંદર એવો ઘટ)