________________
૩૬૯
સૂ૦ ૧-૧-૨૭ અહીં વ સ્વરૂપ દ્યોતકનાં વિશેષણ સ્વરૂપ ધટ અથવા તો ભવ્ય શબ્દ નથી. આ પ્રમાણે વે સ્વરૂપ દ્યોતકોનું વિશેષણ ન હોવાથી વ સ્વરૂપ દ્યોતકમાં વિશેષણપણું આવશે નહીં. તથા ૨ વગેરે ઘાતકોમાં સ્વાર્થ સ્વરૂપ અર્થ પણ દ્યોત્યપણાંથી છે, પરંતુ વાચકપણાંથી નથી. આથી દ્યોતક શબ્દોમાં એક પણ અભિધેયસ્વરૂપ અર્થ વિદ્યમાન નથી. - સ્વ વગેરે જે અવ્યયો છે એમાં લિંગ અને સંખ્યા નથી. સ્ત્ર વગેરે અવ્યયોનો સ્વાર્થ અને દ્રવ્ય સ્વરૂપ અભિધેય અર્થ તો છે જ, તેમજ કારકશક્તિ સ્વરૂપ અભિધેય અર્થ પણ છે. પરંતુ લિંગ અને સંખ્યા સ્વરૂપ અભિધેય (અર્થ) નથી.
(न्या०स०) ननु 'अहन्' इत्यत्र विभक्त्यन्तद्वारेणैव नामत्वं न भविष्यति किं धातुवर्जनेन ? सत्यम्-तथापि 'हन्ति' इत्यत्र धातुवर्जनाभावे विभक्तेः प्राक्तनस्य 'हन्' इत्यस्य नामत्वे "नाम सिद०" [१.१.२१.] इति व्यञ्जनद्वारा पदत्वे च नलोपः स्यादिति धातुवर्जनमिति । अथ 'वृक्षान्' इत्यत्र नकारविधानसामर्थ्यादेव नलुग् न भविष्यति किं विभक्तिवर्जनेनेति ? सत्यम्-'कांस्कान्' इत्यादौ "शसोऽता०" [१.४.४९.] इति नविधानं चरितार्थमित्यत्र नलोपः स्याद् इति ।
અનુવાદઃ-પૂર્વપક્ષ:- હિન્ હ્યસ્તન ભૂતકાળ ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે. વળી વર્તમાના વગેરે પ્રત્યયોની વિભક્તિસંજ્ઞા પડી હોવાથી મદન વિભક્તિ-અંત પણ કહેવાશે. આથી વિભક્તિઅંતના વર્જનથી જ મન શબ્દમાં નામસંજ્ઞાનો નિષેધ થઈ જાત. માટે આ સૂત્રમાં ધાતુવર્જનની આવશ્યકતા નથી. અર્થાત્ જે જે ધાતુ હોય તેની નામસંજ્ઞા ન પડે એવું જણાવવાની આવશ્યકતા ન હતી.
ઉત્તરપક્ષ:- તમારી વાત સાચી છે. પરંતુ હન્તિ વગેરે શબ્દોમાં જો ધાતુ વર્જન ન કર્યું હોત તો દોષ આવત. તે દોષ આ પ્રમાણે આવે છે - હસ્ ધાતુ + વર્તમાનાનો તિ પ્રત્યય. આ અવસ્થામાં આ સૂત્રમાં ધાતુ વર્જનનો અભાવ હોતે છતે રન શબ્દની અર્થવાનપણાંથી નામસંજ્ઞા થાત. તથા ત્તિ વગેરે પ્રત્યય પર છતાં “નામસ...” (૧/૧/ર૧) સૂત્રથી વ્યંજનના નિમિત્તથી હનમાં પદપણું પ્રાપ્ત થાત. આથી ન લોપનો પ્રસંગ આવત. તેમ થાત તો હૃતિ રૂપ પ્રાપ્ત થાત. હવે ધાતુનું વર્જન કરવાથી આ આપત્તિ આવશે નહીં.
પૂર્વપક્ષ :- નામસંજ્ઞાના સૂત્રમાં વિભક્તિ-અંતવાળા શબ્દોમાં નામસંજ્ઞાનો નિષેધ કરવા માટે વિભક્તિઅંતના વર્જનની આવશ્યકતા ન હતી. વૃક્ષાનું પ્રયોગમાં તોડતા... (૧/૪/૪૯) સૂત્રથી પુલિંગમાં નો ન થયો હોવાથી 7 વિધાનનાં સામર્થ્યથી જ નો પદને અંતે લોપ થાત નહીં. કારણ કે જો નો લોપ થાત તો બધે જ દ્વિતીયા બહુવનચમાં ગ અંતવાળા શબ્દો પછી નો લોપ થઈ જાત. એ સંજોગોમાં (૧/૪/૪૯) સૂત્રમાં જ હું નાં લોપનું વિધાન સાર્થક થાત. પરંતુ