Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 401
________________ ૩૬૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જશે. માટે ત્ત્તીને (૨/૪/૯૭) સૂત્રમાં વિભક્તિ-અંતમાં હ્રસ્વ થતું નથી એવો નિષેધ કરાયો નથી. પાણિનીજીએ ‘‘હ્રસ્વો નપુંસ પ્રાતિપવિક્ષ્ય' (૧/૨/૪૭) સૂત્ર નપુંસક નામોને હ્રસ્વ કરવા માટે બનાવ્યું છે. ત્યાં વિભક્તિ-અંતમાં હ્રસ્વ કરવું નથી માટે પ્રાતિપવિસ્ય શબ્દ લખવા દ્વારા માત્ર નામમાં જ હ્રસ્વપણું થાય છે, એવું જણાવ્યું છે. આથી વિભક્તિ-અંતવાળા નામોમાં નપુંસકપણાનો નિષેધ કરવા માટે પ્રતિપવિસ્ય શબ્દ લખ્યો છે, જે પૂજ્ય હેમચન્દ્રાચાર્યજીને જરૂરી લાગ્યો નથી. કારણ કે વિભક્તિ-અંતમાં તો નપુંસકપણું થતું જ નથી, જે ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થયું છે. આથી જ અહીં વસ્તીને સૂત્રમાં વિભક્તિ-અંત નામોનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. અહીં આચાર્ય ભગવંતશ્રીની સૂક્ષ્મ બુદ્ધિથી તાત્પર્ય તરફ લઈ જવાની નિપુણતા સિદ્ધ થાય છે. જ્યારે સ્થૂલબુદ્ધિથી બોધ કરાવવા માટે પાણિનીજીએ પ્રતિપવિસ્ય શબ્દનો નિવેશ કર્યો છે. અહીં જુદી જુદી પાત્રતાને ધ્યાનમાં લઈને ભિન્ન ભિન્ન પ્રકારના સૂત્રો થયા છે. આથી વસ્તીવે સૂત્રમાં જે મૂળ નામ છે તેનું હ્રસ્વ થાય છે એવું કહેવાયું નથી, તે સૂત્ર પ્રમાણે જો સાક્ષાત્ નામ હશે અને તેનું નપુંસકપણું હશે તો તેનું હ્રસ્વ થશે પરંતુ સંખ્યા વગેરે અવયવ દ્વારા જો તેમાં નપુંસકપણું આવશે તો તેઓનું હ્રસ્વ થશે નહીં. અહીં તસ્ય શબ્દનો અર્થ કર્યો છે અનુપજ્ઞાતવ્યતિરેક્ષ્ય. વ્યતિરેક એટલે આધિક્ય, અર્થાત્ જેમાં આધિક્ય ઉત્પન્ન થયું નથી એવા નામો જો નપુંસકમાં વર્તે તો એવા નામોમાં હ્રસ્વપણું થાય છે. જ્યારે વિભક્તિ-અંત નામો તો ઉત્પન્ન થયું છે આધિક્ય જેમાં એવા છે. આથી ઉત્પન્ન થયેલ આધિક્યવાળા (વિભક્તિ-અંત) નપુંસકનામોમાં હ્રસ્વ થતું નથી. આથી વસ્તીને સૂત્રથી વિભક્તિ-અંત નામોમાં આપોઆપ જ હ્રસ્વપણાનો અભાવ થાય છે. (श० न्या० ) अत एव 'काष्ठा ध्यायकः' इत्यत्र ह्रस्वत्वाभावः, यतः काष्ठाशंब्दोऽपरित्यक्तस्वरूप एव क्रियां विशिनष्टि, क्रियाविशेषकत्वाच्च नपुंसकत्वाध्यारोपः, अमस्तु लुब् भवत्येव, तत्र विशेषानुपादानात् । वृत्तौ तु उपसर्जनपदानामर्थान्तरस्वीकारादनध्यारोपितमेव नपुंसकत्वमिति તંત્ર હ્રસ્વ:, ‘સેનાનિતમ્' તિ । અનુવાદ :- આમ તો ‘ાષ્ઠા' શબ્દનો સીમા અર્થ થાય છે, તથા ભ્રષ્ટા' શબ્દ સ્ત્રીલિંગમાં વર્તમાન છે. પરંતુ અહીં ‘ાષ્ઠા' શબ્દ ક્રિયાવિશેષણ તરીકે છે, જેનો અર્થ ‘અંતિમ સીમા સુધી અધ્યયન કરનાર’ એવો થાય છે. આ શબ્દ ક્રિયાવિશેષણ હોવાથી એમાં નપુંસકપણાનો આરોપ કરાયો છે. આથી દ્વિતીયા એકવચનના ‘અમ્’ પ્રત્યયની પ્રાપ્તિ આવશે. અહીં ‘ભ્રષ્ટા’ શબ્દ જો ‘ધ્યાયઃ’ સ્વરૂપ ક્રિયાને વિશેષિત કરે તો ક્રિયાવિશેષણ થવાથી તેણે પોતાના સ્ત્રીલિંગત્વનો ત્યાગ કરીને નપુંસકપણું પ્રાપ્ત કરવું જોઈએ. છતાં પણ તે શબ્દના સ્વભાવથી જ પોતાના સ્વરૂપનો

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412