Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 399
________________ ૩૬૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વિભક્તિના પ્રત્યયોની આવશ્યકતા જ નથી. માટે વિભક્તિના પ્રત્યયોની પુનર્ આપત્તિઓનો કોઈ અવકાશ જ નથી. પરંતુ અન્તવ ભાવ માનવાથી વિભક્તિસદશ એવા વાડે અને કુચેમાં નામસંજ્ઞાની આપત્તિ આવવાથી બીજી આપત્તિ તો ઊભી જ રહે છે અર્થાત્ પર્યદાસનિષેધ માનવાથી પૂર્વકાર્ય પ્રત્યે અન્તવત્ ભાવ થવાથી વાઇડે અને માં નામસંજ્ઞા થાય છે. આ બંને શબ્દમાં નપુંસકપણું છે. આથી નામસંજ્ઞા થવાથી વસ્તીવે [૨/૪૯૭] સૂત્રથી હ્રસ્વ થવાની પ્રાપ્તિ આવે છે. પૂર્વપક્ષ :- તમે (ઉત્તરપક્ષ=આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રાચાર્ય) કદાચ એમ કહેશો કે નપુંસકપણું દ્રવ્યમાં જ સંભવે છે અને દ્રવ્યવાચીપણું નામથી જ થાય છે, પરંતુ વિભક્તિઅંતમાં દ્રવ્યવાચીપણું આવતું નથી. કારણ કે વિભક્તિ-અંતમાં શક્તિની પ્રધાનતા હોય છે. અથવા તો સંખ્યાની પ્રધાનતા હોય છે. શક્તિની પ્રધાનતા તરીકે છે કારકોમાંથી કોઈપણ એક કારક સ્વરૂપ શક્તિની પ્રધાનતા કહી શકાશે. તેમજ એકત્વ-દ્વિત્વ વગેરે સંખ્યાની પ્રધાનતા વિભક્તિ-અંતમાં આવશે. જ્યાં આ બેની પ્રધાનતા હોય ત્યાં લિંગનો સંબંધ થઈ શકતો નથી. આ કારણથી વિભક્તિ-અંતમાં નપુંસકપણું ન સંભવતું હોવાથી વતી સૂત્રથી હ્રસ્વનો પ્રસંગ આવતો નથી એવું તમારે (ઉત્તરપક્ષે) કહેવું જોઈએ નહીં. અમે (પૂર્વપક્ષ) અહીં કહીએ છીએ કે શક્તિ અને શક્તિમાન બંનેનું કથન થતું હોવાથી શબ્દ એ શક્તિમાન સ્વરૂપ બનશે. શબ્દથી શક્તિ અને શક્તિમાન બંનેનો એકસાથે બોધ થાય છે. એકલી શક્તિનું પણ કથન થઈ શકતું નથી તેમજ એકલા શક્તિમાનનું પણ કથન થઈ શકતું નથી. આથી શક્તિની જેમ શક્તિમાન એવા શબ્દની પણ પ્રધાનતા રહેશે. માટે શક્તિમાન એવા ફાડે, શ્વેમાં (વિભક્તિ-અંતમાં) પણ નપુંસકઅર્થપણું માનવું પડશે. આથી પડે અને શેમાં પણ હ્રસ્વની આપત્તિ આવશે (शन्या०) नैवम्-अव्ययार्थवदलिङ्गत्वं विभक्त्यन्तस्य । तथाहि-विभक्त्यन्तं किञ्चित् साधनप्रधानं 'काण्डे, कुड्ये' इत्यादिवत्, किञ्चित् क्रियाप्रधानं 'रमते ब्राह्मणकुलम्' इत्यादिवत् । न चैतयोरसत्त्ववाचित्वाद् लिङ्गप्रतिपादने सामर्थ्यमस्ति विचित्रत्वाद् भावशक्तीनाम् । અનુવાદ - ઉત્તરપક્ષ:- જે જે વિભક્તિ-અંત નામો છે તેમાં તેમાં અવ્યયની જેમ અલિંગપણું થશે. હવે વિભક્તિ-અંત નામોમાં અલિંગાણું થાય છે એનું કારણ તથાદિ... પંક્તિ દ્વારા જણાવે છે. જે જે વિભક્તિ-અંત નામો છે તેમાં કોઈક સાધનની પ્રધાનતાવાળા છે અને કોઈક ક્રિયાની પ્રધાનતાવાળા છે. દા. ત. વાડે, કુશે આ બંને વિભક્તિ-અંત નામોમાં અધિકસ્મશક્તિની પ્રધાનતા છે. આથી આ બંનેમાં લિંગાણું થઈ શકશે નહીં. કેટલાક વિભક્તિઅંત નામોમાં ક્રિયાની

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412