Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 398
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૬૩ આ પ્રમાણે ઉભયકાર્ય એકસાથે કરવામાં આવે તો સ્વરૂપ આદેશ પૂર્વના જેવો પણ છે અને પરના જેવો પણ છે, એ પ્રમાણે અન્તઃિ કથન ઇચ્છતું નથી. આ લૌકિક વિચક્ષા છે જે પ્રમાણે કુલવધૂ એ પતિવ્રતા સ્ત્રી હોય છે. આથી કુલવધૂ પોતાના પતિ અને પરપુરુષ બંને સાથે એકસરખો ભાવ રાખી શકશે નહીં. કારણ કે તે મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતી નથી. તે પતિવ્રતા સ્ત્રી હોવાને કારણે પતિના જ કાર્યને ભજનારી થાય છે. એ જ પ્રમાણે અહીં પ્રસ્તાવિત્ આદેશ ઉભય એકસાથે થઈ શકશે નહીં. અહીં પાદ્રિ પણ માની શકાશે. કારણ કે તેમ માનવા જતાં પ્રસજ્યપ્રતિષેધ સ્વીકારી શકાતો નથી. તથા પૂર્વસંબંધી કાર્ય કરવાનું આવે તો અન્તવત્ આદેશ સ્વીકારી શકાય છે. આ વ્યાકરણ સંબંધી મર્યાદા છે, એનું ઉલ્લંઘન કરી શકાતું નથી. જે પ્રમાણે કુલવધૂ પોતાના પતિને છોડી શકતી નથી આ સમાજની એક મર્યાદા છે. (શ૦૦) થુવાસે વ વિમસ્તિસશસ્ય વાર્થવિધાનાત્રીમત્વે સતિ “સ્તીવે” [૨.૪.૨૭.] इति हुस्वप्रसङ्गः । न च नपुंसकत्वं द्रव्यस्यैव संभवति, द्रव्यवाचित्वं च नाम्न एव न विभक्त्यन्तस्य, तस्य शक्तिप्रधानत्वादिति वाच्यम्, द्वयोः शक्तिशक्तिमतोरभिधानादस्त्येव नपुंसकार्थवृत्तित्वं विभक्त्यन्तस्यापि, અનુવાદ - ઉત્તરપક્ષ :- સૌ પ્રથમ અમે નામસંજ્ઞાની આપત્તિનું નિરાકરણ કરીએ છીએ, જે ગ્રન્થમાં આપવામાં આવ્યું નથી. પરંતુ હૃસ્વની આપત્તિનું નિરાકરણ આચાર્ય ભગવંતશ્રીએ જે પદ્ધતિથી કર્યું છે તેનાથી જ વારે અને કુંજોમાં નામસંજ્ઞાની આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. . સૌ પ્રથમ પર્યદાસનિષેધ વિધિની પ્રધાનતાવાળો હોવાથી સ્વીકારવો પડે છે અને પર્યદાસનિષેધ સ્વીકારવાથી વિભક્તિ સદેશમાં નામસંજ્ઞાનો પ્રસંગ આવે છે. હવે ઉભયસ્થાનથી નિષ્પન્ન થયેલો પર આદેશ ક્યારેક પ્રકૃતિને ભજનારો થાય છે ત્યારે આદેશ પૂર્વના જેવો થવાથી રાખ્યું અને કુચે પ્રકૃતિ જેવા થશે. આથી કાળે અને માં નામ સંજ્ઞાની પ્રાપ્તિ આવે છે, જે ઇષ્ટ નથી. કારણ કે અહીં જો નામસંજ્ઞા થશે તો ફરીથી વિભક્તિના પ્રત્યયોની આપત્તિ આવશે, જે ઇષ્ટ નથી. આચાર્યભગવંતશ્રી આ બાબતમાં માને છે કે વાળ્યું અને માં નામ સંજ્ઞાની પ્રાપ્તિ આવશે તો પણ અમને કોઈ આપત્તિ નથી. કારણ કે વિભક્તિના પ્રત્યયો આવી શકશે જ નહીં. વિભક્તિના પ્રત્યયો સંખ્યાને જણાવે છે તથા કર્મત્વ વગેરે શક્તિઓને જણાવે છે. હવે વર્ષે અને ચેમાં દ્વિત્ય સંખ્યા અને કર્મત્વ તથા કર્તૃત્વશક્તિનો બોધ તો થઈ જ જાય છે. આ પ્રમાણે વિભક્તિના પ્રત્યયનું કાર્ય ત્યાં વિદ્યમાન જ છે. આથી તે બે કાર્યો જણાવવા માટે ફરીથી

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412