________________
સૂ૦ ૧-૧-૧૭
૨૧૯
અર્થ કરવામાં આવે તો સૂત્રમાં સ્થાન શબ્દ લખવાની આવશ્યકતા રહેતી નથી. આથી સૂત્રમાં સ્થાન શબ્દનું ગ્રહણ વ્યર્થ થાત. પાણિની વ્યાકરણકાર તુત્યાસ્યપ્રયત્નમ્ સવળ: (૧/૧/૯) સૂત્ર બનાવ્યું છે. ત્યાં “આસ્ય' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરવા દ્વારા સ્થાન અર્થ લીધો છે અને સ્થાન અર્થ પ્રાપ્ત થઈ જતો હોવાથી સૂત્રમાં પૃથક્પણાંથી સ્થાન શબ્દ લખ્યો નથી. આમ કરવામાં આવે તો સૂત્રમાં લાઘવ અવશ્ય થાય છે છતાં પણ આચાર્ય ભગવંતે સૂત્રમાં ગૌરવ પસંદ કર્યું છે. આના કારણ તરીકે બૃહન્યાસમાં આચાર્ય ભગવંતે એક હેતુ લખ્યો છે કે જલ્દીથી આસ્ય શબ્દનો સ્થાન અર્થ જણાતો નથી. જો ઞસ્ય શબ્દનો સ્થાન અર્થ કરવો હોય તો ‘“યોાત્ રૂઠે: વલીયસી' ન્યાય પણ અનિત્ય માનવો પડશે અથવા તો વ્યાવ્યાત: વિશેષાર્થ: પ્રતિપત્તિ: ન્યાયનો સહારો લેવો પડશે. આ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે તેમજ અર્થનો બોધ સુખપૂર્વક થઈ શકે તે કારણથી આચાર્ય ભગવંતે ગૌ૨વવાળું સૂત્ર પસંદ કર્યું હશે. અહીં મહર્ષિ પતંજલિ વધારે મહાન છે અથવા તો આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજી વધારે મહાન છે એવું બતાવવાનું અમારું તાત્પર્ય નથી. માત્ર તત્ત્વનો બોધ કરવા માટે જ ઉપરોક્ત અભિપ્રાય જણાવ્યો છે.
(श०न्या० ) स चतुर्द्धेति - ननु च स्पृष्टादेर्भावः स्पृष्टतादिः (स्पृष्टस्य भावः स्पृष्टता, सा आदिर्यस्येत्यर्थः), स्पृष्टादि· च करणम्, यत् कस्यचिद् वर्णस्य निष्पत्तौ परस्परमीषदनीषच्च स्पृशति, विव्रियते, संव्रियते चेति, वर्णधर्म्मो वा, वर्णोऽपि हि स्वपरिणामाऽऽलम्बनयोः स्थानकरणेन तथा स्पृश्यते, तथा चाधीयते - " स्पर्शयमवर्णकरो वायुरयस्पिण्डवत् स्थानमवपीडयति, यमाश्च कुं खुं गुं घुं इत्येवंरूपा न लोके उपयुज्यन्ते, अन्तस्थावर्णकरो वायुर्दारुपिण्डवद्, ऊष्मस्वरवर्णकरो वायुरूर्णापिण्डवद्" इति, तत् कथं स्पृष्टतादिः प्रयत्नो भवति ? प्रयत्नो नामाऽऽत्मनो वीर्यपरिणामरूपः संरम्भः । उच्यते - प्रयत्नहेतुकत्वात् प्रयत्नः । यद्धि यद्धेतुकं तत् तद्व्यपदेशं प्रतिपद्यते, यथा- 'अन्नं वै प्राणाः' इत्यत्रान्नव्यपदेशं प्राणा इति, तत्रैवास्य रूढिरित्यवयवार्थः (आस्यान्तर्गततत्तत्स्थानेषु जिह्वाग्रादीनां वर्णाऽभिव्यञ्जकस्पर्शेषत्स्पर्शदूरावस्थान-समीपावस्थानरूपाऽभ्यन्तरकार्यकारिप्रयत्नविशेषा एतैः पदैरुच्यन्ते । तेषामास्यवृत्तित्वमास्यान्तर्गततत्तत्स्थानेषु वायुसंयोगजनकत्वेन बोध्यम्) समुदायार्थमाह- तुल्यो वर्णान्तरेणेत्यादि ।
અનુવાદ :- પ્રયત્ન ચાર પ્રકારનો છે : સૃષ્ટતા, ષત્કૃષ્ટતા, નિવૃતતા, ષવૃિતતા. આમ તો સ્કૃષ્ટ વગેરે પ્રયત્ન છે પરંતુ સ્પષ્ટ શબ્દને ભાવમાં ‘તા” પ્રત્યય લાગવાથી સૃષ્ટતા વગેરેને પણ પ્રયત્ન કહ્યા છે. જેમ ો શબ્દથી ગાયનો બોધ થાય છે એમ ત્વ શબ્દથી પણ ગાય સામાન્યનો બોધ થાય છે. એ જ પ્રમાણે સ્પૃષ્ટતાથી સ્યુટ સામાન્યનો બોધ થાય છે માટે સ્પૃષ્ટતા વગેરે પણ