________________
સૂ૦ ૧-૧-૨૭
૩૩૫ વિભક્તિ અંતનાં વર્જનથી જ વાક્યનું પણ વર્જન થઈ જ જાય છે માટે વાક્યનાં વર્જનની કોઈ આવશ્યકતા નથી.
ઉત્તરપક્ષ - પદાર્થનાં સંબંધની પ્રાપ્તિ થવી એ જ વાક્યર્થ છે. પૃથક પૃથફ પદો હોય છે ત્યારે એ પદોનો માત્ર પદાર્થ મળે છે. પરંતુ જ્યારે પદોનાં સમૂહ સ્વરૂપ વાક્ય હોય છે ત્યારે પદાર્થોનો આપસમાં સંબંધ થઈ અને નવો અર્થ જણાય છે. પહેલાં માત્ર પદાર્થ જ જણાતાં હતાં,
જ્યારે હવે અન્ય અન્ય પદાર્થ સાથે સંબંધિત એવો પદાર્થ જણાય છે. આ પ્રમાણે પદોમાં માત્ર પદાર્થ મળે છે. જ્યારે વાક્યમાં સંબંધિત એવા પદાર્થો મળે છે.
પદો જ્યારે ભિન્ન હતાં ત્યારે કેવો અર્થ થતો હતો તે હવે ગ્રંથકાર તથાદિ સાધુ:.. પંક્તિઓ દ્વારા જણાવે છે. સાધુ: બોલવા માત્રથી માત્ર કર્તાનો નિર્દેશ થાય છે. જેનો સંબંધ કોઈ સાથે નિશ્ચિત નથી એ અનિયત વિષયવાળા કહેવાય છે. કોઈક છાત્ર, સાધુ: સાધૂ સાધવ: બોલે તો
આ અનિયત વિષયવાળા કર્તા કહેવાય છે. અહીં કોઈ ચોક્કસ કર્મ સાથે અથવા તો કોઈ ચોક્કસ ક્રિયા સાથે સાધુ સ્વરૂપ કર્તાનું જોડાણ ન હોવાથી સાધુ સ્વરૂપ કર્તા અનિયત વિષયવાળો છે.
એ જ પ્રમાણે, ધર્મન્ સ્વરૂપ કર્મ સામાન્યથી કર્મ સ્વરૂપ અર્થને જણાવે છે. પરંતુ કોઈ ચોક્કસ કર્તા અને ચોક્કસ ક્રિયાનાં સંબંધવાળો એવો કર્મ સ્વરૂપ અર્થ જણાતો નથી. એ જ પ્રમાણે કૂતે પદ માત્ર વર્તમાનકાલીન ત્રીજા પુરુષ એકવચન સંબંધી ક્રિયાને જણાવે છે. પરંતુ ચોક્કસ કર્તા અને ચોક્કસ કર્મનાં સંબંધ સહિતનો અર્થ આ ક્રિયા જણાવતી નથી. આમ કેવલ પદોમાં કોઈ જોડાણ ન હોવાથી અનિયત વિષયવાળા પદાર્થો જણાય છે. પરંતુ જ્યારે સાધુ: ધર્મનું ઝૂતે સ્વરૂપ વાક્ય હોય છે અને એવા વાક્યનો વાક્યર્થ કરવાનો હોય છે ત્યારે બધાં પદો નિયત વિષયવાળા થાય છે. આથી પદાર્થો પણ નિયત વિષયવાળા થાય છે. હવે સાધુ: ધર્મમ્ વ્રતે એવું કહેવામાં આવે ત્યારે કર્તા, કર્મ વગેરે બધું જણાઈ જાય છે. હવે સાધુ જ નૂતે ક્રિયાનો કર્તા છે. બીજો કોઈ નહીં તથા, ધર્મ જ કૂતે ક્રિયાનું કર્મ છે અને આ કર્તા તથા કર્મ માટે કૂતે એ પ્રમાણે જ ક્રિયા છે. પણ બીજી કોઈ ક્રિયા નથી. જે પ્રમાણે કન્યા કુંવારી હોય તો એની સાથે કોઈ પણ જોડાઈ શકે છે. આથી આવી કન્યા અનિયત વિષયવાળી કહેવાય છે. જ્યારે કન્યાના વિવાહ થઈ જાય છે ત્યારે એવી કન્યા ચોક્કસ પતિના સંબંધવાળી થાય છે. આ પ્રમાણે પદોનું વિશેષ સ્થિતિમાં અવસ્થિત રહેવું તે વાક્યર્થ છે.
હવે વાક્ય શા માટે મુખ્ય છે ? તથા વાક્યર્થ જ શા માટે મુખ્ય છે? એ સંબંધમાં કંઈક વિચારીએ :
ઉપર આપણે જોયું કે પદોનું વિશેષ સ્થિતિમાં રહેવું તે વાક્ય છે. તથા પદોના અર્થોનું વિશેષ સ્થિતિમાં રહેવું તે વાક્યર્થ છે. આમ વાક્યર્થમાં પદાર્થોથી જુદો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં