Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 371
________________ ૩૩૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જિજ્ઞાસા થાય છે કે પદાર્થોના સંબંધથી વિશિષ્ટ એવો વાક્યાર્થ જણાય તો આ વિશિષ્ટ અર્થનો બોધ થવામાં કારણ કોણ ? આ વિશિષ્ટ અર્થ શું વાક્યથી જણાય અથવા તો પદાર્થોથી જણાય? આના સંબંધમાં મીમાંસકો જણાવે છે કે વાક્યાર્થનો બોધ વાક્યથી થતો નથી; પરંતુ પદાર્થોનાં સંબંધથી થાય છે.આથી મીમાંસકોના મતે વાક્ય માનવાની જરૂર નથી. તેઓના મતે તો વાક્યાર્થના બોધમાં પદાર્થોનો સંબંધ જ આવશ્યક છે; પરંતુ વાક્ય માનવાની આવશ્યકતા નથી. હવે જો વાક્ય હોય જ નહીં તો આ સૂત્રમાં વાક્યના વર્જનની આવશ્યકતા જ નથી, છતાં પણ આચાર્ય ભગવંતશ્રીએ આ સૂત્રમાં વાક્યનું વર્જન કર્યું છે, આથી જ મનાશે કે આચાર્ય ભગવંતશ્રી મીમાંસકોના મતમાં સંમત નથી. જો પદાર્થોથી જ વાક્યાર્થ જણાતો હોય તો મોટી આપત્તિ એ આવે કે વાક્યાર્થનો બોધ વાક્ય વગર જ થઈ જશે, એવું માનવું પડશે અને વાક્ય વગર જો વાક્યાર્થ જણાય તો અશાંબ્દ વાક્યાર્થનો બોધ માનવાની આપત્તિ આવશે. શબ્દ એટલે પદ અને શબ્દથી જે જણાય તેને શાબ્દ કહેવાય. આ પ્રમાણે શબ્દથી પદ અને શાબ્દથી પદાર્થ સ્વરૂપ અર્થ થશે. અહીં વાક્યાર્થ જો શબ્દ વગર જણાશે તો અશાબ્દ વાક્યાર્થ માનવો પડશે. વળી પદાર્થથી વિશિષ્ટ અર્થ વાક્યાર્થમાં જણાય, માટે જ પદથી વિશિષ્ટ એવું વાક્ય પણ માનવું પડશે. આના માટે જ આચાર્ય ભગવંતશ્રીએ “તસ્માત્ પલેક્ષ્યો...' પંક્તિઓ બૃહથ્યાસમાં લખી છે. તેમના મતે પદોથી ભિન્ન પદાર્થના સંસર્ગરૂપ વિશિષ્ટ વાક્યાર્થના વાચક તરીકે વાક્યો સ્વીકારવા યોગ્ય છે. જો આમ માનવામાં નહીં આવે તો વાક્યાર્થ અશાબ્દ માનવાની આપત્તિ આવશે. આથી વૈયાકરણીઓને વાક્ય જ મુખ્ય શબ્દ છે અને વાક્યાર્થ જ મુખ્ય શબ્દાર્થ છે. અહીં જો વાક્ય જ મુખ્ય શબ્દ છે તો જુદાં જુદાં પદોથી પદાર્થનો બોધ શા માટે કરવામાં આવે છે? ખરેખર તો વાક્યથી જ વાક્યાર્થનો બોધ કરવો જોઈએ... આના અનુસંધાનમાં જ આચાર્ય ભગવંતશ્રીએ “સાદૃશ્યાત્ ~ન્વય-વ્યતિરેૌ...' પંક્તિઓ લખી છે, જેનો અર્થ આ પ્રમાણે છે : સાદશ્યનાં કારણે જ પદ અને પદાર્થની રચના કરવામાં આવે છે. જેવું વાક્ય છે તેવું જ પદ છે. આ પ્રમાણે, સાદશ્યના કારણે અન્વય અને વ્યતિરેકની કલ્પના કરવામાં આવી અને લાઘવનાં પ્રયોજનથી પદ અને પદાર્થની વ્યવસ્થા કરવામાં આવે છે. અન્વય વ્યતિરેકથી શબ્દ હોય તો વાક્ય હોય છે અને શબ્દ નથી હોતો તો વાક્ય નથી હોતું. આથી શબ્દને જ વાક્ય માનીને તેનું જ વિશ્લેષણ કરવું જોઈએ. એમાં જ લાઘવ છે. એક શબ્દનો વાક્યમાં અસંખ્ય પ્રકારે પ્રયોગ થઈ શકે છે. વાક્યનો અર્થ કરવામાં આવશે તો બહુ જ ગૌરવ થશે. દરેક વાક્યમાં એક જ શબ્દ ભિન્ન ભિન્ન અર્થવાળો થશે. આથી ઘણાં બધાં વાક્યાર્થ માટે ઘણાં બધાં વાક્યોનો કોષ બનાવવો પડશે અને એમ થશે તો બહુ ગૌરવ થશે. આથી લાઘવથી શબ્દનો જ અર્થ સમજવામાં

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412