Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 384
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૪૯ (शन्या०) नन्वर्थवत्ता नामसंज्ञानिमित्तत्वेनेहोपात्ता, सा च वाक्यस्यैव पदस्य वा केवलस्य लोके प्रयुज्यमानस्योपपद्यते, न तु प्रकृतिभागस्य; नहि केवलेन प्रकृतिभागेनार्थो गम्यते, तस्य प्रयोगाभावाद् वर्णवदव्यवहार्यत्वात्, किन्तु सप्रत्ययकेन, प्रत्ययश्चात्र स्यादिः, स नाम्न एव भवति, नामत्वं चार्थवत्त्वे, अर्थवत्त्वं च सति प्रत्यये इति पुनस्तदेवावर्त्तत इति चक्रकदोषपराहतत्वादिदमनुपपन्नम् । नैष दोषः-अन्यथासिद्धः केवलस्याप्रयोगः, न केवला प्रकृतिः प्रयोक्तव्या, न केवलः प्रत्ययः* इति नियमाद्, नित्यसंबद्धावेतावअॅप्रकृतिः प्रत्यय इति, अर्थवत्ता त्वन्वयव्यतिरेकाभ्यां प्रत्येकमस्त्येव । અનુવાદ - પૂર્વપક્ષ:- સૌ પ્રથમ ચકકદોષ શું છે? એના અનુસંધાનમાં કહે છે. ગોળ ગોળ ફરીને પાછું એ જ સ્થાનમાં આવવુ તે ચક્રકદોષ છે. દા.ત. કોઈક ગામમાં સાધ્વીજી ભગવંત વિહાર કરીને જાય. આથી ઉપાશ્રયની ચાવી લેવા શેઠના ઘરે જાય એ સમયે શેઠ કહે, ચાવી તો મુનિમજી પાસે છે. મુનિમજી પાસે જાય ત્યારે મુનિમજી કહે, ચાવી તો ચોકીદાર પાસે છે. આથી સાધ્વીજી ભગવંત ચોકીદાર પાસે જાય છે ત્યારે ચોકીદાર કહે છે, ચાવી તો મેં ગઈકાલે રાતના જ શેઠાણીને આપી છે. આથી સાધ્વીજી ભગવંત ચાવી લેવા માટે ફરીથી એ જ શેઠના ઘરે જાય છે. આમ, એક જ કાર્ય પૂરું કરતાં જ્યાં કાર્ય પૂરું થવાનું હતું ત્યાં જ ભ્રમણ કરીને આવીને પૂરું થયું. આ જ ચક્રકદોષ છે. અહીં સૂત્રમાં નામસંજ્ઞાના નિમિત્ત તરીકે અર્થવાનુપણું ગ્રહણ કર્યું છે. હવે આ અર્થવાનપણું ક્યાં તો વાક્યનું છે અથવા તો લોકમાં પ્રયોગ કરાતાં કેવલ પદોનું જ છે, પરંતુ પ્રકૃતિ અંશનું અર્થવાનપણું નથી. માત્ર પ્રકૃતિના અંશથી અર્થ જણાતો નથી. આમ તો વાક્ય અને પદ બંને વાક્ય સ્વરૂપે હોઈ શકે છે. કારણ કે પદ પણ જ્યારે અધ્યાહાર વિશેષણ અથવા તો અધ્યાહાર આખ્યાતવાળું હોય તો પણ વાક્ય કહેવાય છે. છતાં પણ અહીં બેની તુલના કરી છે. માટે વાક્ય અને પદ વિરોધી બનશે. અન્ય પદોથી અસંબંધિત એવું જે હશે તે માત્ર પદ જ કહેવાશે. દા.ત. “રામ રામ રામ?” જયારે અન્યપદોથી સંબંધિત એવું જે પદ હશે તે વાક્ય કહેવાશે. અહીં અર્થવાનુપણું ક્યાં તો વાક્યનું માન્ય છે, ક્યાં તો કેવલ પદોનું માન્યું છે. માત્ર પ્રકૃતિથી અર્થ જણાતો નથી કારણ કે જગતમાં માત્ર પ્રકૃતિના પ્રયોગનો અભાવ જોવા મળે છે, જે પ્રમાણે વર્ણના પ્રયોગનો અભાવ જોવા મળે છે એ જ પ્રમાણે પ્રકૃતિના પ્રયોગનો પણ અભાવ જોવા મળે છે. હા, પ્રત્યય સહિત એવી પ્રકૃતિનો પ્રયોગ મળે છે. અહીં પ્રત્યય તરીકે સ્થાદિ વિભક્તિ આવશે અને સ્વાદિ વિભક્તિ નામથી જ થશે. અને અર્થવાનપણાંમાં નામપણું થાય છે. વળી પાછું અર્થવાનુંપણું તો સ્વાદિના પ્રત્યય સહિત જ થાય. આથી ફરી ફરીને અથવાપણું તો પ્રત્યય

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412