Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 393
________________ ૩૫૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ઉપસર્ગોમાં સંપૂર્ણપણાથી અર્થનો અભાવ નથી હોતો. નિરવતિ અને પ્રસ્વતે આ બે પ્રયોગોમાં ધાતુવડે કહેવાયેલી એવી પ્રકરણ વગેરેના સામર્થ્યથી પ્રાપ્ત થયેલ વિશેષવાળી એવી ક્રિયાને જ, નિ અને પ્ર ઉપસર્ગ પ્રકાશિત કરે છે. જે કારણથી તqતે અને વતિ ક્રિયાપદનો જે અર્થ છે તે નિ અને પ્ર ઉપસર્ગના અસમીપપણામાં પણ નહીં પ્રાપ્ત કરેલા વિશેષવાળો થાય છે. અર્થાત્ નિ અને પ્ર ઉપસર્ગ હોય તો પણ ધાતુનો અર્થ કોઈ વિશેષતાને પ્રાપ્ત કરતો નથી. દા. ત. શંખની ઉપર દૂધનો પ્રક્ષાલ કરવામાં આવે તો દૂધ દ્વારા શંખના જેતપણામાં કોઈ વિશેષતા થતી નથી. શંખ પણ સફેદ છે અને દૂધ પણ સફેદ છે. આથી દૂધનું શુક્લપણું શંખના શુક્લપણામાં કોઈ વિશેષતાને કરતું નથી. આ પરિસ્થિતિમાં પણ દૂધનું શુક્લપણું શંખના શુક્લપણાથી ભિન્ન તો કહેવાય જ છે. આથી શ્રી શેષભટ્ટારક કહે છે કે નિ અને પ્ર ઉપસર્ગ અનર્થક નથી. નવા અર્થને નહીં કહેવા સ્વરૂપ અનર્થક એવા આ બે ઉપસર્ગો (છ અને નિ) ધાતુવડે કહેવાયેલી ક્રિયાને જ કહે છે. તેથી બંને ઉપસર્ગો વિશિષ્ટ અર્થવાળા થતા નથી, છતાં પણ બે ઉપસર્ગોના અર્થ તો છે જ, દા. ત. શંખને વિશે દૂધ વિશિષ્ટ વર્ણવાળું થતું નથી, છતાં દૂધનો પોતાનો વર્ણ તો છે જ. આથી જ અમે કહીએ છીએ કે અનર્થક એવા નિ અને પ્ર ઉપસર્ગનો ઘોત્ય અર્થ તો છે જ અને ઘોત્ય અર્થ હોવાથી અર્થવાપણું થાય છે. તથા અર્થવાનપણું થવાથી નામસંજ્ઞા થાય છે. અને નામસંજ્ઞા થવાથી વિભક્તિ વગેરે કાર્યોનો સદૂભાવ થાય જ છે. માટે તમે (પૂર્વપક્ષે) આપેલા દોષોનો કોઈ અવકાશ રહેતો નથી. (शन्या०) यद्येवं धातुनोक्तत्वात् तदर्थस्योपसर्गप्रयोगो न प्राप्नोति, *उक्तार्थानामप्रयोगः* इति, न प्रकरणादिविशेषादवगतार्थानामपि स्फुटतरावगत्यर्थः प्रयोगो लोके दृश्यते, यथा 'अपूपौ द्वौ, ब्राह्मणौ द्वौ आनय' इति । 'अपूपौ' इत्यत एवावगते द्वित्वे द्विशब्दस्यापि प्रयोगो दृश्यते । न चानियमप्रसङ्गः, येषामेव हि गतार्थानां प्रयोगो दृश्यते त एव प्रयुज्यन्ते न तु 'वृक्षः, तरुः, पादपः' इति तथा प्रयोगादर्शनात् । तदयं वस्तुसंक्षेपः-यथा यावशब्दो वाक्यान्तरविषयोऽन्य પવ, અન્ય% યાવન્દ્ર , યથા વા ‘ઋષમઃ' કૃતિ “વૃષભ:' રૂતિ; તથા “વૃતિ, નિવસૃતિ' इत्यादयोऽपि । तदत्र विषये धातोर्निप्रशब्दयोश्च साहायकमङ्गीकर्तव्यमिति नास्ति दोष इति; अत एव 'गतार्थों' इत्युक्तं नानर्थकाविति । यदि चाऽनर्थकत्वं स्यात् तदा क्रियायोगे गत्युपसर्गसंज्ञाविधानादनर्थकयोश्च क्रियायोगाभावात् प्राप्तिरेव नास्तीति प्रतिषेधानर्थक्यप्रसङ्गः । અનુવાદ :- પૂર્વપક્ષ :- આપે , અને નિ ઉપસર્ગને ઘોત્ય અર્થવાળા સિદ્ધ કર્યા છે. વળી પ્ર અને નિ, ધાતુવડે જે અર્થ કહેવાયા છે એ જ અર્થને કહે છે. હવે જે અર્થ ધાતુવડે જ કહેવાઈ જાય છે તે જ અર્થને કહેવા માટે ઉપસર્ગનો પ્રયોગ આવશ્યક નથી. ઉતાર્થનાનું પ્રયોજઃ (કહેવાઈ

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412