Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 390
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૫૫ નામસંજ્ઞા થાય છે. ‘' વગેરે અવ્યયોમાં અભિધેય સ્વરૂપ અર્થનો અભાવ છે, છતાં પણ ઘોત્ય સ્વરૂપ અર્થનો સદ્ભાવ હોવાથી એવા શબ્દોમાં અર્થવાપણું સિદ્ધ થાય જ છે. માટે ‘શ્વ’ વગેરે અવ્યયોની પણ આ સૂત્રથી નામસંજ્ઞા થશે. પરંતુ જે શબ્દોમાં ઘોત્ય અર્થ પણ નથી અને અભિધેય સ્વરૂપ અર્થ પણ નથી એવા શબ્દોમાં અર્થવાપણાંનો જ અભાવ થવાથી નામસંજ્ઞા કેવી રીતે થશે ? દા. ત. ‘ઘુશ્રુતિ’ તથા ‘નિવૃન્નતિ’ તેમજ ‘નમ્નતે’ અને ‘પ્રજ્ઞસ્વતે’ આ ઉદાહરણોમાં ‘નિ’ અને ‘પ્ર’ ઉપસર્ગ ધાતુના કોઈપણ નવા અર્થને પ્રકાશિત ન કરતાં હોવાથી એ બંને ઉપસર્ગો ઘોત્ય અર્થવાળા પણ નથી આથી જ અર્થવાપણાંના અભાવમાં એ બંનેની નામસંજ્ઞાનો અભાવ થાય છે. આ બંને ઉપસર્ગ માત્ર ધાતુના અર્થને જ જણાવતાં હોવાથી નિરર્થક છે. અહીં નામસંજ્ઞાનો અભાવ થવાથી વિભક્તિનો અભાવ થાય છે. અને વિભક્તિનો અભાવ થવાથી ‘પ્ર’ અને ‘H’ ઉપસર્ગની પદસંજ્ઞા પણ થતી નથી. અહીં પદસંજ્ઞા ન થવાથી પદસંજ્ઞા નિમિત્તક કાર્યનો પણ અભાવ થાય છે. પદસંજ્ઞા થાય તો કયા કાર્યની પ્રાપ્તિ આવે ? એના અનુસંધાનમાં ભાષ્યકાર કહે છે કે પદને અંતે રહેલો સ્વર નિઘાત સ્વરૂપ થાય છે. સ્વરો ત્રણ પ્રકારના છે : ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. નીચેથી ઉચ્ચારણ કરાતો સ્વર અનુદાત્ત સ્વરૂપ છે તથા ઊંચેથી ઉચ્ચારણ કરાતો સ્વર ઉદાત્ત સ્વરૂપ છે. શ્રવણને વિશે ઉદાત્ત સ્વર કર્ણકટુ હોય છે અને અનુદાત્ત સ્વર કર્ણપ્રિય હોય છે. હવે જો ‘ના’ અને ‘પ્ર’ની જો પદસંજ્ઞા થાય તો જ પદને અંતે રહેલા સ્વરનું નિઘાત (અનુદાત્ત) સ્વરૂપ કાર્ય થાય છે. આથી ‘ન' અને ‘પ્ર’ ઉપસર્ગની જો પદસંજ્ઞા થાય તો જ ‘નિ' અને ‘પ્ર’ના સ્વરો કર્ણપ્રિય થઈ શકશે. પરંતુ અહીં અર્થવાપણાના અભાવથી નામસંજ્ઞા ન થવાથી વિભક્તિના પ્રત્યયો લાગતાં નથી. આથી પદસંજ્ઞાનો અભાવ થવાથી સ્વરનું નિઘાતસ્વરૂપ કાર્ય થશે નહીં. ( श०न्या० ) न च वक्तव्यम् - न नामसंज्ञामात्रप्रतिबद्धा स्याद्युत्पत्तिः किन्त्वेकत्वादिनिबन्धनाऽपि ततश्च सत्यपि नामत्वे एकत्वाद्यभावात् स्यादेरभावः, यतः "नाम्नः प्रथमा " [२.२.३१.] इति योगविभागेन एकत्वाभावेऽपि भविष्यति । અનુવાદ :- ઉત્તરપક્ષ :- નામસંજ્ઞા થવા માત્રથી સ્વાદ્દિની ઉત્પત્તિ થાય છે એવું નથી, પરંતુ એકત્વ વગેરે અર્થને જણાવવા માટે પણ સ્થાવિ વિભક્તિ થાય છે. આથી નામસંજ્ઞાની હાજરીમાં પણ જો એકત્વ વગેરે અર્થનો અભાવ હોય તો સ્વાતિ વિભક્તિનો અભાવ થાય છે. આથી સ્થાનિ વિભક્તિના અભાવમાં માત્ર શબ્દનું અર્થવાપણું કારણ નથી, પરંતુ એકત્વ વગેરેનો અભાવ હોવાથી પણ સ્વાતિનો અભાવ થાય છે. અવ્યયોને લિંગ અને સંખ્યાનો સંબંધ થતો નથી. આ સંજોગોમાં અવ્યયોમાં નામસંજ્ઞા ભલે ન હોય, પણ સંખ્યારૂપ કારણનો અભાવ હોવાથી જ “ૐ” અને “ના” અવ્યયોમાં વિભક્તિની ઉત્પત્તિ થાત નહીં અને સ્યાદિવિભક્તિ ન થાત તો

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412