Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 385
________________ ૩૫૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સહિત પ્રકૃતિમાં જ આવે. આ પ્રમાણે નામનું અર્થવાપણું ચક્રક નામના દોષથી પરાભવ પામતું હોવાથી અસંગત થાય છે. અર્થાત્ નામનું અર્થવાપણું અહીં સંગત થતું નથી. ઉત્તરપક્ષ :- અમારે ચક્રકદોષ આવતો જ નથી. કારણ કે અમે માત્ર પ્રકૃતિની અર્થવત્તા માનતા જ નથી. કેવળ પ્રકૃતિની અર્થવત્તા ન માનવા માટે હેતુ આપે છે કે, “કેવળ પ્રકૃતિનો પ્રયોગ થતો નથી’’ અર્થાત્ કેવળ પ્રકૃતિનો પ્રયોગ ન થતો હોવાથી માત્ર પ્રકૃતિની અર્થવત્તા થતી નથી. અહીં કેવળ પ્રકૃતિના પ્રયોગના અભાવ સ્વરૂપ જે હેતુ છે તે અન્યથાસિદ્ધ છે. જગતમાં એવો કોઈ નિયમ નથી કે જે જે અર્થવાન્ હોય, તેનો તેનો પ્રયોગ થવો જ જોઈએ. કારણ કે માત્ર પ્રકૃતિનો પ્રયોગ પણ થઈ શકે છે, તેમજ માત્ર પ્રત્યયનો પ્રયોગ પણ થઈ શકે છે, છતાં પણ પ્રકૃતિ અને પ્રત્યયનો સ્વતંત્ર રીતે પ્રયોગ મળતો નથી. તેનું કારણ ‘ન જેવતા પ્રકૃતિઃ...' ન્યાય છે. અર્થાત્ આ ન્યાય પ્રમાણે માત્ર પ્રકૃતિનો પ્રયોગ કરવા યોગ્ય નથી. તેમજ માત્ર પ્રત્યયનો પ્રયોગ પણ કરવા યોગ્ય નથી. આ બંનેના અર્થો નિત્યસંબંધવાળા છે. માટે પ્રકૃતિ અને પ્રત્યય નિત્યસંબંધવાળા હોય છે. આથી તેઓના પૃથક્ પ્રયોગો જોવામાં આવતા નથી. પરંતુ પ્રકૃતિ અને પ્રત્યયનું સ્વતંત્ર રીતે અર્થવાપણું તો અન્વય અને વ્યતિરેકથી નક્કી થઈ જ શકે છે. આ પ્રમાણે પ્રકૃતિ અને પ્રત્યય પ્રત્યેકનું સ્વતંત્ર રીતે અર્થવાપણું થવામાં કોઈ આપત્તિ નથી. ( शоन्या० ) नन्वन्यद् भवान् पृष्टोऽन्यद् व्याचष्टे - आम्रान् पृष्टः कोविदारानाचष्टे, अर्थवत्ता नोपपद्यते इति भवानस्माभिश्चोदितः केवलस्याप्रयोगे हेतुमाह, एवं हि ब्रूमः - समुदाय एव लोकेऽर्थे પ્રમુખ્યતે, ન પ્રતિમાા:, તસ્માત્ તસ્યાર્થી ન પ્રસિધ્ધતિ । વૈજ્યંતે--તમા(મ)ત્રાઽન્વયવ્યતિરેभ्यामर्थवत्ता सिध्यति (अन्वयोऽनुगमः सति शब्देऽर्थावगमः, व्यतिरेकः शब्दाभावे तदर्थानવામ:) । જોડસાવવયો વ્યતિરેો વા ? વૃદ્ઘ (વૃક્ષ:) રૂત્યુત્ત શિઘ્ધત્વ: બ્રૂયતે-વૃક્ષશબ્દોડારાન્તઃ સાર: પ્રત્યયઃ, અર્થોપિ શ્ચિત્તુત્વદ્યતે (શ્ચિદ્ગમ્યતે)-મૂળ-ધ-પાपलाशवत्ता एकत्वं च । ‘वृक्षौ' इत्युक्तेऽपि कश्चिच्छब्दो हीयते कश्चिदुपजायते, कश्चिदन्वयी; सकारो हीयते, औकार उपजायते, वृक्षशब्दोऽकारान्तोऽन्वयी; अर्थोऽपि कश्चिद् हीयते, कश्चिदुपजायते, कश्चिदन्वयी; - एकत्वं हीयते, द्वित्वमुपजायते, मूलस्कन्धपलाशवत्ताऽन्वयिनी; तेन मन्यामहे यः शब्दो हीयते तस्यासावर्थो यो हीयते, यश्च शब्द उपजायते तस्यासावर्थो य उपजायते, यश्च शब्दोऽन्वयी तस्यासावर्थो योऽन्वयीति सिद्धाऽर्थवत्तेति । . અનુવાદ : પૂર્વપક્ષ :- અમે આપને અન્ય પૂછ્યું હતું અને આપ અમને અન્ય જણાવો છો. અમે પૂછ્યું હતું કે અર્થવાપણું પદ અથવા તો વાક્યનું થાય છે અને નામમાં તો અર્થવાપણું થતું નથી. આથી જે અર્થવાન્ હોય તે નામ થાય એવું સંગત થતું નથી. એની જગ્યાએ આપ

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412