Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 380
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૪૫ વર્જન દ્વારા નામસંજ્ઞાનો નિષેધ થઈ જ જાત. પરંતુ આવું પણ તમે કહી શકશો નહીં. કારણ કે ધાતુસંજ્ઞા સમુદાયમાં થાય છે, પરંતુ પ્રત્યેક વર્ણની થતી નથી. આથી પ્રત્યેક વર્ણમાં તો નામસંજ્ઞા થાત જ અને એમ થાત તો દરેક વર્ગમાં વિભક્તિની ઉત્પત્તિનો પ્રસંગ આવત. પૂર્વપક્ષ :- સ્વાદિ વિભક્તિનું વિધાન સંખ્યા, કર્મકારક, કર્તાકારક વગેરેના વિષયમાં છે. આથી સંખ્યા કોઈપણ પદાર્થમાં કહી શકાશે. કર્મત્વ વગેરે શક્તિઓ પણ પદાર્થની અપેક્ષાએ જ વિચારી શકાશે. પૃથકુ પૃથકુ વર્ણમાં કોઈ અર્થ વિદ્યમાન ન હોય તો એમાં સંખ્યા વગેરે ધર્મો હોઈ શકતાં નથી. આથી નિરર્થક એવા વર્ષોથી યાદિની ઉત્પત્તિ જ નથી થવાની. માટે “અર્થવ” પદ ન લખ્યું હોત અને પૃથક્ વણીમાં નામસંજ્ઞાનો આરોપ થાત તો પણ કોઈ દોષ આવત નહીં. ઉત્તરપક્ષ:-આવું કહેવું જોઈએ નહીં. જે પ્રમાણે “વાયોડસર્વો” (૧/૧/૩૧) સૂત્રમાં સ્વરોની અવ્યયસંજ્ઞા કરવામાં આવી છે. હવે આ અવ્યયો અસત્ છે. આથી અસત્ એવા અવ્યયોમાં પણ ઘોત્ય શક્તિ માનીને નામસંજ્ઞાનું વિધાન થઈ શકે છે. આચાર્ય ભગવંતશ્રીએ આ સૂત્રની બૃહવૃત્તિટીકામાં જ શરૂઆતમાં લખ્યું છે કે ઘોત્ય એ પણ અર્થ સ્વરૂપ છે. આથી અવ્યયોમાં પણ નામસંજ્ઞાનું વિધાન દ્યોત્ય શક્તિ માનીને થઈ શકે છે એ જ પ્રમાણે અહીં પણ પૃથ– પૃથગૂ વર્ષોમાં નામસંજ્ઞાનું વિધાન અવ્યયની જેમ જ માની લેવામાં આવે તો સ્વાદિની ઉત્પત્તિ થઈ શકશે. આથી પૃથક પૃથક વર્ષોમાં પણ “”ના લોપ વગેરે કાર્યની પ્રાપ્તિ આવશે. દા.ત. “ન + સિ” અહીં “જિ” પ્રત્યયને માનીને “”ની પદસંજ્ઞા થવાથી પદને અન્ત રહેલા “”નો લોપ થવાની પ્રાપ્તિ આવશે. હવે આચાર્ય ભગવંતે “યો વિમા તુ” બીજો હેતુ આપ્યો છે. તો એના અનુસંધાનમાં સૌપ્રથમ એક પૂર્વપક્ષ ઊભો કરીએ છીએ. સ્વરોને ભલે અવ્યય મનાય પરંતુ વ્યંજનોની અવ્યયસંજ્ઞા તો કોઈ સ્થાનમાં જણાતી નથી. વળી વ્યંજનોને અવ્યય માનવામાં આવે તો એનો ઘોત્ય અર્થ પણ કયો એ પ્રમાણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય. આથી નામ બનવાની આપત્તિ આવતી નથી. આથી બીજો હેતુ આપવા દ્વારા એમાં (પૃથગુ વર્ષોમાં) નામસંજ્ઞાની સિદ્ધિ કરે છે. કારક પ્રકરણમાં આચાર્ય ભગવંતશ્રીએ “મા” સૂત્ર બનાવીને દ્વિતીયા વિભક્તિનું વિધાન કર્યું છે. એ જ પ્રમાણે તૃતીયા વગેરે વિભક્તિઓનું વિધાન કર્તા વગેરે કારકોની અપેક્ષાએ કર્યું છે. હવે જે જે કારકો હોય તેમાં દ્વિતીયાથી સપ્તમી વિભક્તિ આપોઆપ સૂત્રો દ્વારા થઈ જ જાત. તેથી પ્રથમ વિભક્તિનું સૂત્ર ન બનાવત તો પણ ચાલત. પારિશેષ ન્યાયથી ઉક્ત થઈ ગયેલા અર્થોવાળા નામોમાં આપોઆપ પ્રથમા વિભક્તિ થઈ જ જાત. એને માટે “ના: પ્રથમ....” (૨/૨/૩૧) સૂત્રની આવશ્યકતા ન હતી છતાં પણ આચાર્ય ભગવંતશ્રીએ પૃથગુ એવું (૨/૨/૩૧) સૂત્ર બનાવ્યું છે એનાથી જ એવું જણાય છે કે, આવા કોઈક સ્થાનોમાં પૃથક પૃથક વર્ષોની પણ નામસંજ્ઞા

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412