________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
૨૭૬
એક ન્યાય આવે છે કે ઉપલક્ષણનું અન્ય ઉપલક્ષણમાં સાર્થકપણું હોવાથી ઉપલક્ષણ જાતે જ કાર્ય પ્રત્યે નિમિત્ત બનતું નથી.દા.ત. કોઈક કહે કે, કાગડાવાળા ઘરમાંથી રમેશભાઈને બોલાવ. અહીં કાગડાવાળા સ્વરૂપ ઉપલક્ષણે રમેશભાઈનાં ઘરની ઓળખાણ કરાવી. આથી રમેશભાઈને બોલાવવાની ક્રિયા ઘરમાંથી થશે પણ કાગડા પાસેથી રમેશભાઈને બોલાવવાની ક્રિયા પ્રાપ્ત થશે નહીં. કાગડા સ્વરૂપ ઉપલક્ષણે માત્ર ઘરની ઓળખાણ કરાવી દીધી. પરંતુ પ્રવૃત્તિનાં ઉપલક્ષણ તરીકે તો રમેશભાઈનું ઘર જ પ્રાપ્ત થશે. આથી રમેશભાઈને લાવવા સ્વરૂપ કાર્યનો સંબંધ ઘર સાથે થશે, પરંતુ ઘરને ઓળખાવનાર કાગડા સાથે થશે નહીં. એ જ પ્રમાણે અહીં ‘મતુ’ અર્થમાં વિદ્યમાન પ્રત્યય પર છતાં સ્ અને ત્ અંતવાળું નામ પદસંજ્ઞાવાળું નહીં થાય. ત્યાં ‘મતુ’ ઉપલક્ષણ સ્વરૂપ છે. તેથી ‘મતુ’ એ માત્ર અર્થની ઓળખાણ કરાવી અને આમ થતાં પદસંજ્ઞાનો નિષેધ તો ‘મતુ’ અર્થવાળા પ્રત્યયોમાં જ થશે, પરંતુ સ્વયં ‘મતુ’ પ્રત્યય પર છતાં નહીં થાય. આથી ‘મત્વર્થ’ લખવાથી ‘મતુ' હોતે છતે કાર્ય પ્રવર્તશે નહીં.
ઉત્તરપક્ષ :- અહીં ‘મતુ' પ્રત્યય એ ‘મતુ' અર્થમાં વર્તે છે. મતુ અર્થ એ વિશિષ્ટ અર્થ છે. ‘તે એને છે’ અથવા ‘તે એમાં છે’ એ પ્રમાણે ‘મતુ’નો વિશિષ્ટ અર્થ થાય છે. આથી ષષ્ઠી અને સપ્તમી સંબંધી જે જે અર્થો આવશે તે બધા જ મતુ અર્થવાળા કહેવાશે. આમ, મતુ અર્થ એ વિશિષ્ટ અર્થ હોવાથી અને આવો વિશિષ્ટ અર્થ ઉપલક્ષણ સ્વરૂપ ‘મતુ’ પ્રત્યયમાં પણ આવે જ છે. માટે ‘તુ અર્થ’થી ‘મતુ’ પ્રત્યયનું પણ ગ્રહણ થઈ જ જશે. આવા તાત્પર્યને જણાવવા માટે આચાર્ય ભગવંતશ્રીએ બૃહવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે ‘મતુ' પણ મતુ અર્થની સાથે દોષરહિત હોવાથી ‘મત્વર્થ’ શબ્દવડે પણ ‘મતુ’નું ગ્રહણ કરવામાં આવ્યું છે. ઉપરનાં ઉદાહરણમાં કાગડાવાળાં ઘરનાં ઉપલક્ષણ કાગડામાં ઘરનો અર્થ સમાવેશ પામતો ન હતો. માટે ઉપલક્ષણ સ્વરૂપ કાગડામાં પ્રવૃત્તિ થઈ શકી નહીં. જો લાવવાની ક્રિયા ઉપલક્ષણમાં શક્ય હોત તો કાગડામાં જરૂર કાર્ય થાત.
(श०न्या० ) अयमर्थ:-यत्र रूपान्तरेणोपलक्षणत्वं रूपान्तरेण च कार्ययोगः प्रतिपाद्यते, तत्रोपलक्षणस्याप्युपलक्ष्यरूपसद्भावे सति कार्ययोगो भवति । यथा - 'देवदत्तशालाया (यां) ब्राह्मणा आनीयन्ताम्' इत्युक्ते सति ब्राह्मण्ये देवदत्तस्याऽप्याऽऽनयनं भवति, कार्यनिमित्तरूपाभावे तु न भवत्युपलक्षणस्य कार्ययोगः । यथा - देवदत्तशाला भिद्यतामिति । 'मत्वर्थे' इत्यत्र च मतुर्मत्वर्थो(ऽर्थो) यस्येति समानाधिकरणे बहुव्रीहिः, गतार्थत्वाच्चार्थशब्दस्याप्रयोग उष्ट्रमुखवत्, तथाहि - उष्ट्रो मुखमस्येति, न च प्राणी प्राण्यन्तरस्य मुखं भवतीति सामर्थ्यात् सादृश्यप्रतीतिः, समग्रेणोष्ट्रेण सादृश्याभावादुष्ट्रशब्दोऽवयवे वर्त्तते, मुखेनैव च मुखस्य सादृश्यं प्रसिद्धमिति सामर्थ्यान्मुखमिव मुखमस्येत्यर्थोऽवतिष्ठते; एवमिहापि मतुशब्दस्यार्थेन सामानाधिकरण्यमनुप