________________
૩૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ बुद्धिस्वरूपात्मकः, तद्विषयो बहिरङ्गोऽर्थः, स उभयोऽपीहाऽऽश्रीयते; विवक्षातश्च गुणप्रधानમાવ: |
અનુવાદ - “અર્થ શબ્દ અનેક અર્થવાળો છે. પ્રયોજન અર્થવાળો “મર્થ” શબ્દ છે. “તું કયા પ્રયોજનથી આવ્યો છે ?” આ વાક્યમાં “અર્થ' શબ્દ પ્રયોજનવાળો છે. નિવૃત્તિવાચી પણ
અર્થ” શબ્દ છે. જેમ કે, “મચ્છરની નિવૃત્તિ માટે ધુમાડો.” અહીં “મર્થ” શબ્દથી મચ્છરની નિવૃત્તિ જણાય છે. ધનવાચી પણ “મર્થ” શબ્દ છે. “અર્થવાન ૩યમ્ ” આ વાક્યનો અર્થ છે : “આ વ્યક્તિ ધનવાનું છે.” (એ જ પ્રમાણે “મર્થ” શબ્દ “મા” અર્થનો પણ વાચક છે.
ચા” એટલે “આવું થઈ શકે.” “તું” શબ્દ પછી “થતુ” લખીને “આવું થઈ શકે . એવું જે જણાવાય છે ત્યાં “ગથત"માં રહેલો “અર્થ” શબ્દ “ ” અર્થવાળો છે.) “મર્થ શબ્દ અભિધેયવાચી પણ છે. આ વચનનો આ પદાર્થ છે એ પ્રમાણેનો અર્થ “મયમર્ચ વનસ્યાર્થ” સ્વરૂપ વાક્યનો થાય છે. અહીં, અભિધેય સ્વરૂપ અર્થવાળો “અર્થ” શબ્દ ગ્રહણ કરવાનો છે. આ અર્થનું જ વ્યાપકપણું છે. જ્યાં જ્યાં “અર્થ' શબ્દ છે ત્યાં ત્યાં અભિધેય સ્વરૂપ અર્થ છે અને અભિધેય સ્વરૂપ અર્થનો જ્યાં અભાવ છે ત્યાં “અર્થ” શબ્દનો અભાવ છે. આ પ્રમાણે અર્થ શબ્દ વ્યાપ્ય બને છે અને અભિધેય સ્વરૂપ અર્થ “વ્યાપક બને છે. હવે, વ્યાપક એવા અભિધેય સ્વરૂપને અહીં ગ્રહણ કર્યું હોવાથી પ્રયોજન, નિવૃત્તિ વગેરે અર્થો પણ ગ્રહણ થઈ જશે. બીજા અર્થોને જો ગ્રહણ કર્યા હોત તો અભિધેય સ્વરૂપ અર્થનું ગ્રહણ થઈ શકત નહીં. જ્યાં
જ્યાં વ્યાપ્તિથી અર્થ મળી જતો હોય ત્યાં ત્યાં અન્ય અર્થને ગ્રહણ કરવામાં પ્રમાણનો અભાવ છે. અહીં, કોઈ એવું સચોટ પ્રમાણ નથી કે જેથી વ્યાપ્તિ અર્થવાળા અભિધેય સ્વરૂપ અર્થને છોડીને અવ્યાપ્તિ સ્વરૂપ અર્થ ગ્રહણ કરી શકાય. માટે જ આચાર્ય ભગવંતે બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે, “કર્થ પધેય: ”
આ અભિધેય સ્વરૂપ અર્થ બે પ્રકારના છે: (૧) અંતરંગ અને (૨) બહિરંગ. અંતરંગ એવો અર્થ બુદ્ધિ સ્વરૂપ છે અને અંતરંગ એવા અર્થનો જે વિષય છે તે બહિરંગ અર્થ છે. આ બંને અર્થ અહીં ગ્રહણ કરાય છે. માત્ર વિવક્ષાથી ગૌણ અને પ્રધાનભાવ હોય છે. જે બુદ્ધિ સ્વરૂપાત્મક અર્થ છે તે અન્તરંગ અર્થ કહેવાય છે. અહીં અત્તરંગ હોવાનું કારણ બુદ્ધિ સ્વરૂપ અર્થને વિષયોની પરાધીનતા નથી. “અત્પાપેક્ષમ્ અન્તરમ્' એ ન્યાયથી બુદ્ધિ સ્વરૂપ અર્થ ઘણી જ અલ્પ અપેક્ષાવાળો હોવાથી અન્તરંગ અર્થ કહેવાય છે. તથા “વહૃક્ષન્ વદિરમ્ વિષય સ્વરૂપ જે અર્થ છે એમાં વિષયોની પણ આવશ્યકતા રહે છે. આથી ઘણી અપેક્ષાઓ હોવાને કારણે વિષય સ્વરૂપ અર્થ એ બહિરંગ અર્થ કહેવાય છે. અહીં અર્થવાનુની નામસંજ્ઞા કરવી છે. માટે અર્થ તરીકે બંને અર્થ અહીં આશ્રય કરાય છે. હા, ક્યારેક વિવક્ષાના કારણે બહિરંગ અર્થ મુખ્ય બને છે અથવા તો અન્તરંગ અર્થ મુખ્ય બને છે.