________________
૩૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ નાયિકાની ચેષ્ટાઓથી અહીં એવો અર્થ પ્રગટ થાય છે કે નાયિકા પોતાનાં કામુક પ્રત્યે પોતાનાં હૃદયમાં રહેલાં પ્રેમને પ્રગટ કરી રહી છે.
આ પ્રમાણે વક્તા વગેરેની વિશેષતાથી મુખ્ય અને ગૌણ અર્થોનું પ્રકાશનપણું થાય છે. “આચાર્ય ભગવતે” “તથા” કરીને જે શ્લોક લખ્યો છે તે “વાક્યપદય” ગ્રંથનાં દ્વિતીયકાંડનો ૩૧૪મો શ્લોક છે. જેનો અર્થ આ પ્રમાણે છે: “પ્રકરણથી અથવા ઔચિત્યથી, દેશ અને કાળનાં વિભાગથી અને શબ્દોથી અર્થો જણાય છે. પરંતુ, માત્ર શબ્દોથી જ અર્થો જણાતાં નથી.”
હવે “તત્ર યલોપાયાન્તરે પ..પંક્તિઓનાં અર્થને જણાવે છે. જ્યારે અન્ય ઉપાયથી વિશેષણ અથવા તો વિશેષ્ય જણાઈ જતા હોય ત્યારે આકાંક્ષાનું પૂર્ણપણે થાય છે. અર્થાત્ આકાંક્ષા પૂર્ણ થાય છે અને અર્થ જણાઈ જાય છે. આથી અર્થને કહેનારા શબ્દનો પ્રયોગ થતો નથી. એ પ્રમાણે શબ્દમાં અપ્રયોગપણું પ્રાપ્ત થાય છે. અર્થાત્ શબ્દપ્રયોગ કર્યા વગર પણ અર્થ જણાઈ જાય છે. એવો સિદ્ધાંત પ્રાપ્ત થાય છે. માટે અતિવ્યાપ્તિ વગેરે કોઈ દોષો આવતાં નથી. વાક્યોમાં, વાક્યનાં કોઈ એકદેશનો પ્રયોગ કરતાં એવા લૌકિકો જણાય છે. દા.ત. “વિશ", “પિઇડ્રીમ્', અહીં હરિ (ભર્તુહરિ) નામના વૈયાકરણી કહે છે કે “વિશએ ક્રિયા છે અને આધાર વગર ક્રિયા પ્રવર્તી શકે નહીં. આથી “વિશ” ક્રિયા યોગ્ય કારકને સ્વીકારે છે. અહીં “વિશ" ક્રિયામાં કર્મ સ્વરૂપ કારક આવશે. “પ્રવિણ ગૃહ” એ પ્રમાણે બે પદથી વાચ્ય એવો જે અર્થ છે તે અર્થ “વિશ” શબ્દવડે કહેવાય છે. હવે આ કારકને કેટલાક લોકો વાક્યમાં સાક્ષાતુ કહીને સ્વીકારે છે અને કેટલાક લોકો અધ્યાહારથી આ કારકને સ્વીકારે છે. પેડામાં પ્રવેશ ક્રિયાનો અસંભવ હોવાથી યોગ્ય કારકને જ કહેવાય છે અથવા તો અધ્યાહારથી લેવાય છે. એ જ પ્રમાણે “પિન્કીન” પદ પણ “પિન્કીમ્ અક્ષય” વાક્યનાં અર્થનું વાચક છે. અહીં “પિડી" સ્વરૂપ કારક ક્રિયા વિના હોઈ શકે નહીં. માટે યોગ્ય ક્રિયા ગ્રહણ કરાય છે. જેમ કે દહીં, ઘટ વગેરેમાં પૂરવું ક્રિયા ગ્રહણ કરાય છે. અર્થ એટલે પ્રયોજન અને પ્રકરણ એટલે પ્રસ્તાવ અથવા તો પ્રસ્તુત. જયાં જયાં અર્થ, પ્રકરણ વગેરેથી અર્થનો બોધ થઈ શકતો હોય ત્યાં ત્યાં આખ્યાત પદ અથવા તો વિશેષણ વાચક પદનો (કોઈપણ કારક પદ) પ્રયોગ કરવામાં આવતો નથી અર્થાત્ એવા સ્થાનોમાં વિશેષણ વાચક અથવા તો આખ્યાત પદોનો પ્રયોગ કરાયો ન હોય તો પણ અર્થ, પ્રકરણ વગેરેથી આખ્યાત આદિનો બોધ થઈ જતો હોવાથી આખ્યાત વગેરેનો પ્રયોગ વાક્યમાં થતો નથી. (शन्या०) ननु लोकत एव निराकाङ्क्षस्य पदसमूहस्य वाक्यत्वं प्रसिद्धम् । तथाहि"साकाङ्क्षावयवं भेदे परानाकाङ्क्षाशब्दकम् । क्रियाप्रधानं गुणवदेकार्थं वाक्यमुच्यते ॥१७॥"