________________
૨૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે. સૃષ્ટતા ગુણને (સ્કૃષ્ટતા પ્રયત્ન) અનુસરનાર ગૃષ્ટ એ કરણ છે તેમજ સ્પષ્ટતા એ પ્રયત્ન પણ છે, એ પ્રમાણે અન્ય પ્રયત્ન (કરણ) સંબંધમાં પણ સમજવું.
હવે આચાર્ય ભગવંતે બૃહવૃત્તિટીકામાં વ્યંજનો અને સ્વરોના પ્રયત્નો બતાવ્યા છે તેમાં સ્વરો વિવૃતકરણ પ્રયત્નવાળા છે. હવે પછીનો પાઠ કૌંસમાં લખવામાં આવ્યો છે. આચાર્ય ભગવંતે
સ્વરોનું વિવૃત કરણ બતાવેલ છે. એ બાબતમાં ભાષ્યમાંથી ચાર સૂત્રોનો પાઠ લઈ અને અહીં સાક્ષીપાઠ તરીકે કૌંસમાં લખ્યા છે. જેનો અનુવાદ આ પ્રમાણે છે : સ્પર્શ વ્યંજનોનું ઋણ કરણ છે. બીજું સૂત્ર છે અંતસ્થા વ્યંજનોનું ષસ્કૃષ્ટ કરણ છે. ઉષ્માક્ષરોનું પવિવૃત કરણ છે. જયારે સ્વરોનું વિવૃત કરણ છે. આ ચાર સૂત્રો ભાષ્યકારે શાકટાયન વ્યાકરણમાંથી લીધા છે અને આ ચારેય સૂત્રો શૌનક પ્રતિશાખ્ય સ્વરૂપ છે.
હવે કૌંસની બહારની પંક્તિઓનો અનુવાદ લખીએ છીએ. સ્વરોના કરણ તરીકે વિવૃત કરણ લખ્યું છે ત્યાં કેટલાંક લોકો સ્વરોનું પણ પવિવૃતિ કરણ માને છે. આવું માનવાથી બવ અને હારનું સ્વસંજ્ઞાપણું પ્રાપ્ત થાય છે તથા નૃવ તેમજ શwારનું પણ સ્વસંજ્ઞાપણું પ્રાપ્ત થાય છે. આ માન્યતામાં કોઈ દોષ નથી. હવે બ્રહવૃત્તિટીકામાં રેવું એ પ્રમાણે સપ્તમી વિભક્તિ કરી છે. એ નિર્ધારણ સપ્તમી સમજવી અર્થાત્ સ્વરોમાં અને ગો વિવૃતતર પ્રયત્નવાળા છે.
(शन्या०) ननु विवृततरतादीनां प्रयत्नान्तराणां सद्भावात् सप्तधा प्रयत्न इति वक्तुमुचितम्, कथमुक्तं चतुर्द्धति ? । उच्यते-विवृततरतादीनपि विवृततया परिगृह्योक्तं चतुर्दुति, विशेषस्य सामान्येऽन्तर्भावादिति ।
અનુવાદ - પૂર્વપક્ષ - બ્રહવૃત્તિની ટીકામાં સૃષ્ટતા વગેરે ચાર પ્રયત્નો બતાવ્યા છે. જ્યારે –મો વગેરેમાં વિવૃતસર, તિવિવૃતતર અને તિવવૃતતમ સ્વરૂપ ત્રણ અધિક પ્રયત્નનોનો સદૂભાવ હોવાથી કુલ સાત પ્રકારના પ્રયત્નો છે એ પ્રમાણે કહેવું ઉચિત છે તો પછી પ્રયત્નો ચાર પ્રકારના છે એ પ્રમાણે શા માટે કહેવામાં આવ્યું છે ? | ઉત્તરપક્ષ :- વિવૃતતર વગેરે ત્રણ પ્રયત્નોને પણ વિવૃતપણાંથી ગ્રહણ કરીને પ્રયત્નો ચાર, પ્રકારના છે એવું કહેવામાં આવ્યું છે. વિવૃત સ્વરૂપ પ્રયત્ન છે એ સામાન્યથી કથન છે. જ્યારે વિવૃતતર વગેરે સ્વરૂપ પ્રયત્નો છે એ વિશેષથી કથન છે અને વિશેષનો સામાન્યમાં સમાવેશ થતો હોવાથી પ્રયત્નો ચાર જ છે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. દા.ત. વૈશેષિક દર્શનમાં પદાર્થો સાત કહેવામાં આવ્યા છે. હવે સાત પદાર્થમાં દ્રવ્યના પેટાભેદો નવ છે. આ નવે પેટાભેદોને (જે દ્રવ્ય વિશેષ તરીકે કહેવાય છે) સામાન્યથી દ્રવ્યમાં સમાવેશ કરીને પદાર્થો સાત જ છે એવી પ્રરૂપણા કરવામાં આવી છે.