________________
૨૩૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ રાખીને આચાર્ય ભગવંતશ્રીએ હવેની પંક્તિઓ દ્વારા ય, ત, વ વર્ષોમાં સ્વસંજ્ઞા કેવી રીતે થાય છે તે બતાવ્યું છે. અનુનાસિક અને નિરનુનાસિક ભેદથી ય, ત અને વના બે બે ભેદો થાય છે. અહીં અનુનાસિકનો અર્થ અનુનાસિક વાળો કરવો તથા નિરનુનાસિકનો અર્થ પણ નિરનુનાસિકવાળો કરવો. આ પ્રમાણેનો અર્થ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા ચાસમાં બતાવી છે. અનુનાસિક ધર્મ છે જેનો એ અર્થમાં ગધ્રાદ્રિષ્ય: (૭/૨૪૬) સૂત્રથી સંબંધ અર્થમાં અાર પ્રત્યય થયો છે. આમ, અનુનાસિક + આ અવસ્થામાં પૂર્વના “ક”નો લોપ થઈ અનુનાસિક્કા શબ્દ જ બને છે, જેનો અર્થ અનુનાસિક ધર્મવાળો થાય છે. આવો જ અર્થ નિરનુનાસિકનો સમજી લેવો. અહીં સ્વસંજ્ઞા અનુનાસિક અને નિરનુનાસિક ધર્મની થશે નહીં, પરંતુ અનુનાસિક અને નિરનુનાસિક ધર્મવાળા વર્ણની થશે. આમ અનુનાસિક ધર્મવાળો વર્ણ લાવવા માટે “તુ' અર્થવાળો 5 ઉમેરવામાં આવ્યો છે. આમ, ય, ત, વમાં અનુનાસિક અને નિરનુનાસિક ધર્મની અપેક્ષાએ બે યારમાં ભિન્નતા થવાથી સહેલાઈથી સ્વસંજ્ઞા થઈ શકશે ત્યારે રાર અને ઉષ્માક્ષરોમાં પોતપોતાના વર્ષોમાં ધર્મની અપેક્ષાએ ભિન્નતા થતી નથી. તેથી રારની અપેક્ષાએ બીજો સાર સ્વસંજ્ઞાવાળો થતો નથી. તે જ પ્રમાણે અન્ય વર્ણની અપેક્ષાએ પણ જાર અને ઉષ્માક્ષરોમાં સ્વસંજ્ઞા થતી નથી. માત્ર એક રની અપેક્ષાએ બીજો રર સ્વ થશે. એ પ્રમાણે એક ઉષ્માક્ષરની અપેક્ષાએ બીજો ઉષ્માક્ષર પણ સ્વ થશે.
(શ૦ચા) નનું વર્ણાનાં તુલ્યસ્થાના સ્વપ્રયત્નત્વે કર્થ કૃતિબેટ ૨, ૩-તपरिमाण-करण-प्राणकृतगुणभेदाद् भेदः, तथाहि-यावता कालेनाक्ष्ण उन्मेषो निमेषो वा भवति तावान् कालो मात्रा भवति, मात्राकालो वर्णो मात्रिकः, द्विस्तावान् द्विमात्रः, त्रिस्तावान् त्रिमात्रः, अर्द्धमात्राकालं व्यञ्जनम्: तदेतद्वर्णेषु चतुर्विधं कालपरिमाणं भेदकृद् भवति; करणं च श्रुतिभेदकरं भवति तत् प्रागेवोक्तम्: प्राण(कृ)ताश्च गुणभेदा घोषाघोषादयः, तत्रायमभिप्राय:
"पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छासनिःश्वासबलं तथाऽऽयुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजी(गी)करणं च हिंसा" ॥१७॥
इमे दश प्राणाः, एतेषु त्रिविधं बलमिह प्राणा इति विवक्षितं मनो-वाक्-कायबलरूपम्, तत्प्रयोग-भेदाद् घोषादयो गुणा भवन्ति । ध्वनेः स्थान-प्रयत्नतुल्यत्वेऽपि यथा द्वयोरङ्गल्योस्तुल्यदेशावस्थितयोः समजवयोः सति संपाते प्रयोक्तृविशेषात् कदाचिद् मन्दो भवति शब्दः, कदाचित् स्फुटः, कदाचित् स्फुटतर इति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જે જે વર્ણોની સ્વસંજ્ઞા થાય છે તે તે વર્ષોમાં સ્થાન અને આય પ્રયત્ન સમાન હોય છે, તો પછી તે તે વર્ષોની શ્રુતિમાં (સાંભળવામાં) તફાવત કેમ પડે છે.