________________
સૂ૦ ૧-૧-૧૩
૧૮૭ થવો જોઈએ નહીં. છતાં પણ પુરુષ' પદ પ્રધાન છે. જ્યારે “રાનનું' પદ અપ્રધાન છે. આથી પ્રધાન જો કોઈકને સાપેક્ષ હોય તો પણ સમાસ થાય છે એવી જાય છે. માટે જ ‘મરૂપ'ને સાપેક્ષ એવું પુરુષ' પદ હોતે છતે પણ આ “પુરુષ' પદનો “રાનન' પદ સાથે સમાસ થયો છે. આ સમાધાન સામે શંકાકાર નવી શંકા ઊભી કરે છે, જે આ પ્રમાણે છે. જો પ્રધાન સાપેક્ષ હોવા છતાં પણ સમાસ થાય છે એવું આપ કહેશો તો જ્યાં જ્યાં અપ્રધાન સાપેક્ષ હશે ત્યાં ત્યાં અપ્રધાનનો કોઈ સાથે સમાસ થવો જોઈએ નહીં. દા.ત. “તેવદ્રત્તસ્થ ગુરુસ્તમ' અહીં ‘ગુરુન' સ્વરૂપ સામાસિક શબ્દમાં ન’ પદ પ્રધાન છે અને “'' પદ અપ્રધાન છે. આ પ્રમાણે અપ્રધાન એવાં સાપેક્ષ “ગુરુ' શબ્દનો (દેવદત્તને સાપેક્ષ) ‘ત્ત' શબ્દ સાથે સમાસ થવો જોઈએ નહીં. આના અનુસંધાનમાં મહાભાષ્યકાર જણાવે છે કે, “રેવત્ત'નો સંબંધ “ગુરુત્ત’નાં સમુદિત અર્થની સાથે છે. જો તેવ'નો સંબંધ “રુ'ની સાથે જ હોત તો “ગુરુ' પદ “તેવદત્ત'ને સાપેક્ષ થવાથી ગુરુ' પદનો ‘કુત્ત' પદ સાથે સમાસ થાત નહીં. અહીં તો તેવદ્રત્ત'નો ‘ગુરુવૃત્ત' સ્વરૂપ સમુદાય અર્થની સાથે સંબંધ હોવાથી હવે સમાસ થવામાં કોઈ આપત્તિ નથી.
પૂર્વપક્ષ:- જ્યાં સમુદાય અર્થની અપેક્ષાએ ષષ્ઠી નહીં હોય પરંતુ સમુદાયનાં અવયવ અર્થની અપેક્ષાએ ષષ્ઠી હશે ત્યાં તો સમુદાયનાં અવયવ સાપેક્ષ થવાથી “સાપેક્ષનું મસમર્થ' ન્યાયથી સમાસ થવો જોઈએ નહીં. દા.ત. “વત્તય ગુરુપુત્ર:' અહીં પુત્ર દેવદત્તનો નથી, પરંતુ “ગુરુ'નો છે. આથી દેવદત્ત સાથે સમુદાય સ્વરૂપ “ગુરુપુત્રનો અર્થ સંબંધિત થતો નથી, પરંતુ સમુદાયના એક અવયવ “ગુરુપદ સાથે ‘દેવદત્ત'નો સંબંધ થાય છે. આથી “ગુરુ પદ અસમર્થ થવાથી
ગુરુપુત્ર' સમાસ થવો જોઈએ નહીં. એને બદલે “રેવદ્રત્તસ્ય પુરો પુત્ર:' એ પ્રમાણે જ વાક્ય રહેવું જોઈએ. છતાં ‘ફેવદ્રત્તસ્થ ગુરુપુત્ર:' સમાસ તો જણાય જ છે.
ઉત્તરપક્ષઃ- “સાપેક્ષમ્ અસમર્થ” ન્યાય બધે જ લાગુ પડતો નથી એવું મહાભાષ્યકાર માને છે. તેમના મતે કેટલાક સૂત્રોમાં સમર્થ શબ્દનું ગ્રહણ કર્યું હોવા છતાં પણ સાપેક્ષનું કાર્ય થાય છે. દા.ત. “સુણો સામă” (પા. ૮/૩/૪૪) સૂત્રમાં “સામર્થ્ય' લખ્યું હોવા છતાં પણ “બ્રાહિમનસ્થ સપિચ્છરોતિ” વગેરે પ્રયોગોનાં ‘વ્રીહિ'ને સાપેક્ષ એવો “પ” શબ્દ હોવા છતાં પણ “સુ'નો “y' થાય છે. એ સૂત્રની ટીકામાં જ એમણે લખ્યું છે કે અહીં સામર્થ્ય ન હોય તો પણ કાર્ય થઈ શકે છે. - “આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રાચાર્ય” આ બાબતમાં કહે છે કે જે જે શબ્દો નિત્ય સાપેક્ષ હોય
ત્યાં ત્યાં અસામર્થ્યપણું હોય તો પણ સમાસ થઈ શકે છે. વાક્યપદયમાં કહ્યું છે કે બધા જ સંબંધી શબ્દો અપેક્ષા સહિત જ વર્તે છે. સ્વાર્થ જેવી તે વ્યાપેક્ષા (અન્યોન્યાશ્રય) એની વૃત્તિમાં પણ હાનિ પામતી નથી.