________________
સૂO ૧-૧-૩
૮૫ મથાળાથી (ટાઈટલ) શબ્દાનુશાસન સ્વરૂપ સ્થાનની પ્રાપ્તિ થશે. આથી સંપૂર્ણ અર્થ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે વ્યાકરણને જાણનારાઓને તથા તાર્કિકોને પ્રાપ્ત કરીને શબ્દોની સિદ્ધિ (પ્રાપ્તિ) થઈ શકશે. આ અધિકારસૂત્ર થશે. તેનો અધિકાર વ્યાકરણની સમાપ્તિ સુધી રહેશે.
આચાર્ય ભગવંત આ સૂત્ર દ્વારા કહેવા માંગે છે કે, મારા વ્યાકરણમાં જે જે વસ્તુઓનો નિર્દેશ કરવાનો રહી ગયો છે તે બધાનો વ્યાકરણને જાણનાર એવા શિષ્ટપુરુષો પાસેથી તથા તાર્કિકો પાસેથી જાણવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે પોતાના વ્યાકરણ સંબંધી ન્યૂનતાની આપત્તિને આ સૂત્રથી દૂર કરી. પાણિની વ્યાકરણના ટીકાકાર મહર્ષિ પતંજલિએ પણ આ પ્રમાણેનું વર્ણન કરવા દ્વારા પાણિની વ્યાકરણ સંબંધી ન્યૂનતાની આપત્તિને દૂર કરી છે.
અહીં શંકા થાય છે કે હજુ સ્વર વગેરે સંજ્ઞાઓના સૂત્રો તો આવ્યા નથી, તો શા માટે આચાર્ય ભગવંતે “સ્વરાદિ સંજ્ઞાઓ કહેવાઈ ગઈ છે એ પ્રમાણે ભૂતકાળનો પ્રયોગ કર્યો છે? આ શંકાના અનુસંધાનમાં ભાવિન મૂતદુપીર:” ન્યાયથી ભવિષ્યમાં જે કહેવાનું છે તેનો ભૂતકાળમાં ઉપચાર કરીને પ્રયોગ થઈ શકે છે. દા.ત. કોઈક વ્યક્તિ બહારગામ જતી હોય ત્યારે બીજી કોઈક વ્યક્તિ તેને પૂછે કે તમે ક્યાં છો? ત્યારે એ વ્યક્તિ જવાબ આપે છે કે હું બહારગામ છું. આમ, ખરેખર તો બહારગામ જવાની ક્રિયા વર્તમાનકાળમાં થઈ રહી છે, છતાં પણ વર્તમાનકાળમાં ભૂતકાળનો ઉપચાર કરીને હું બહારગામ છું એવો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રમાણે આચાર્ય ભગવંતે અહીં પણ ભવિષ્યકાળમાં ભૂતકાળનો આરોપ કરીને “ઉત: સ્વરાતિસંસા:..” પંક્તિઓ લખી છે.
આ પ્રમાણે સ્વર વગેરે સંજ્ઞાઓ કહેવાઈ ગઈ છે એવો બોધ કરાવવા માટે “ઉતા” શબ્દ લખ્યો છે. હવે ૩વતાનિરિતાનામ્ સ્વરૂપ બૃહવૃત્તિના શબ્દોને બૃહન્યાસમાં બતાવાય છે, જે આ પ્રમાણે છે કહેવાયેલાથી અતિરિક્ત એવી ક્રિયા વગેરે સંજ્ઞાઓને વ્યાકરણને જાણનારા લોકો પાસેથી જાણવા યોગ્ય છે.
(૦ચા.) “સાધ્ય પૂર્વીપરીમૂતાડવવા શિયા” તિ તૈયાર ! “સંયોविभागयोरनपेक्षकारकं(णं) कर्म" इति प्रामाणिकाः (वैशेषिकसूत्रम्) ।
અનુવાદ - હવે પૂજય આચાર્ય ભગવંત અતિરિક્તસંજ્ઞાઓની વ્યાખ્યાઓ જણાવે છે. સૌ પ્રથમ ક્રિયા શબ્દની વ્યાખ્યા જણાવે છે. ક્રિયા બે પ્રકારની છે :
(૧) સિદ્ધિરૂપ દિયા : વૃત્ પ્રત્યયોવડે અભિહિત (કથન કરાતી) એવી ક્રિયા તે સિદ્ધરૂપ ક્રિયા કહેવાય છે. (૨) સાધ્યરૂપી ક્રિયા : આ ક્રિયાની વ્યાખ્યા અહીં લખવામાં આવી છે. જેને પૂર્વાપર