________________
૦ ૧-૧-૪
૧૪૧
૧૧૦.) સૂત્રથી “ધ” પ્રત્યય થાય છે અને “ૐ” ધાતુનો “ી” આદેશ થતાં “વીર્થ” શબ્દ બને છે.
“ગતિ’” અર્થવાળો ‘“ખુંફ' ધાતુ પહેલા ગણનો છે. જેને ભૂતકૃદન્તનો ‘“ત” પ્રત્યય લાગતાં “ભુત” શબ્દ બને છે.
હવે હ્રસ્વ, રીર્થં અને વ્રુત ત્રણેય શબ્દનો દ્વન્દ્વ સમાસ થઈને “નસ્' પ્રત્યય લાગતાં રૂસ્વતીર્થસ્તુતાઃ સ્વરૂપ વિધેય પ્રાપ્ત થાય છે.
( श० न्या० ) निमिषोन्मेषक्रियापरिच्छिन्नः कालो मात्राशब्देनाऽभिधीयतेऽत आह- मात्रा कालविशेषः । सा एकादिभिर्विशिष्यते, तया च वर्णो विशिष्यते । ननु विशिष्यते व्यावर्त्तते येन तद् विशेषणम्, तत् प्रत्यासत्तौ सत्यां भवति, प्रत्यासत्तिश्चोपकारगर्भा, उपकारश्च क्रियाद्वारक इति, अन्यथा सर्वं सर्वस्य विशेषणं विशेष्यं वा स्याद् इति कथं तदभावात् कालो वर्णस्य विशेषणं भवति ?, उच्यते-अस्त्यत्राप्युच्चारणक्रियानिमित्ता प्रत्यासत्तिः, यया कालो वर्णस्य विशेषणं भवति, तथाहि -यस्य- वर्णस्योच्चारणं मात्राकालेन परिच्छिद्यते, स वर्णो मात्राकालेन विशिष्यते, अत एवाऽऽह-एक-द्वि- त्र्युच्चारणमात्रा:- एक-द्वि- तिस्र उच्चारणे मात्रा येषां ते तथोक्ताः ।
અનુવાદ :- આંખની પાંપણની બંધ થવાની અને ખુલવાની ક્રિયાવડે મપાતો એવો કાળ ‘“માત્રા” શબ્દવડે કથન કરાય છે. આંખની પાંપણને બંધ કરતાં જે સમય લાગે છે અથવા તો સંપૂર્ણ ઉઘડતાં જેટલો સમય લાગે છે તેટલા સમયને માત્રા કહેવાય છે. માટે જ આચાર્ય ભગવંતે” બૃહવૃત્તિમાં લખ્યું છે કે “મા” એ “કાળવિશેષ” છે.
સૂત્રનો જે ઉદ્દેશ્યઅંશ છે એમાં “દ્વિત્રિ” એ વિશેષણ છે અને “માત્રા' એ વિશેષ્ય છે. હવે આ “દ્ઘિત્રિમાત્રા' એ સંપૂર્ણ ઉદ્દેશ્યઅંશ બહુવ્રીહિ સમાસ કર્યો છે. બહુવ્રીહિ સમાસ અન્યપદાર્થપ્રધાન હોવાથી અન્યપદાર્થ તરીકે ‘“વપ્ન” શબ્દ આવશે. આથી “વ' એ વિશેષ્ય થશે અને “પદ્ધિત્રિમાત્રા'' એ વિશેષણ થશે.
પૂર્વપક્ષ :- જેનાથી વસ્તુ વિશેષિત કરાય છે તેને વિશેષણ કહેવાય છે. દા.ત. “નૌલમલમ્’ અહીં “મન”ને “નીત”થી વિશેષિત કરાયું છે. માટે “નીલ” એ વિશેષણ છે. વિશેષણવિશેષ્યભાવ કોઈ સંબંધ હોય તો જ થઈ શકે. હવે આ સંબંધ ઉપકાર સ્વરૂપ હોઈ શકે છે. અહીં “Ñ” અંત સુધીનાં વર્ષોનું વિશેષણ જો ‘દિત્રિમાત્રા” બનાવવામાં આવે તો “દિત્રિમાત્રા”નો વર્ણ સાથે સંબંધ થવામાં કોઈ પણ ઉપકાર બતાવવો પડે. તે ઉપકાર ક્રિયા સ્વરૂપ પણ હોઈ શકે અથવા તો અન્ય સ્વરૂપ પણ હોઈ શકે. જો આ પ્રમાણે ઉપકારગર્ભવાળો સંબંધ માનવામાં ન આવે તો બધા જ બધાનાં વિશેષણો થવાની આપત્તિ આવે છે અને અહીં