________________
૧૪૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પ્રમાણે થશે, “કૌન્તા: સ્વરા -દિ-ત્રિમત્રા દૂર્વ-તીર્ઘ-સ્તુત: ” વર્ગોનો પરસ્પર અત્યન્ત સંબંધ થાય તેને “સંહિતા" કહેવાય છે. નિયમથી જેનામાં એક જ પ્રયત્નથી ઉચ્ચારણપણું પ્રાપ્ત થાય ત્યાં સંહિતા હોય છે. આ પ્રમાણેની સંહિતા એક પદમાં હોય છે તથા ધાતુ અને ઉપસર્ગમાં હોય છે, તેમજ સમાસમાં હોય છે. ઉપરોક્ત તમામ સ્થાનોમાં નિત્ય સંહિતા હોય છે. પરંતુ વાક્યમાં વિવેક્ષા હોય તો સંહિતા હોય છે અને વિવેક્ષા ન હોય તો સંહિતા હોતી નથી. અહીં (૧/૧/૪) સૂત્રનો સંબંધ કરવા દ્વારા બે સૂત્રનાં જોડાણ સ્વરૂપ જે નવું સૂત્ર અર્થનો બોધ માટે પ્રાપ્ત થયું છે તેમાં વાક્યની અપેક્ષાએ સંહિતાની પ્રાપ્તિ “આચાર્ય ભગવંતે” કરાવી છે. આ સંહિતા કરવાનું પ્રયોજન સ્થાનીનું નિયમન કરવા માટે જ છે. જો (૧/૧/૪) સૂત્રનો સંબંધ આ સૂત્ર સાથે કરવામાં આવે તો “બી” અંત સુધીનાં સ્વરોની હ્રસ્વ વગેરે સંજ્ઞાઓ થશે. એ પ્રમાણે સ્થાનીનું નિયમન થઈ શકશે. આથી “આચાર્ય ભગવંતે” ન્યાસમાં લખ્યું છે કે, બંને સૂત્રોની સંહિતા કરવાથી આ પ્રમાણેનાં અર્થની પ્રાપ્તિ થાય છે. “મન” અંત સુધીનાં સ્વરો જ હ્રસ્વ, દીર્ઘ અને ડુત સંજ્ઞાવાળા થાય છે. અર્થાત્ “ગ” અંત સુધીનાં વર્ષો કે જેની સ્વરસંજ્ઞા પડી છે એ સ્વરોની જ હ્રસ્વ વગેરે સંજ્ઞાઓ થાય છે.
સૂત્રમાં “સ્વરા:” પ્રથમા કરી છે, છતાં અહીં “વરસ્ય" એ પ્રમાણે અર્થનો બોધ કરવામાં ષષ્ઠી વિભક્તિ શા માટે કરી ? એ શંકાનાં અનુસંધાનમાં “આચાર્ય ભગવંત જણાવે છે કે, ષષ્ઠી અર્થમાં “સ્વર:” શબ્દને પ્રથમાનું વિધાન થયું છે. જ્યાં જયાં અભેદ નિર્દેશ કરવામાં આવે છે ત્યાં ત્યાં ષષ્ઠી અર્થમાં પ્રથમા સમજવી જોઈએ. દા.ત. “ સ્વરે સુ”. (૧/૪/૭૯) સૂત્રમાં “ફન” પ્રથમા હોવા છતાં પણ ષષ્ઠી સંતવાળો સમજવાનો છે. આથી “”નો લુફ થાય છે એવો અર્થબોધ થઈ શકશે.
જ્યાં જ્યાં અનિયમનો પ્રસંગ હોય ત્યાં ત્યાં સ્થાનીનું નિયમન કરવા માટે આ પરિભાષા પ્રાપ્ત થાય છે. અહીં (૧/૧/૪) સૂત્રની સંહિતા કરવાથી સ્થાનીનું નિયમન થયું. અહીં એક, બે અને ત્રણ માત્રાવાળા કયા વર્ણોની હસ્ય, દીર્ઘ અને ડુત સંજ્ઞા થાય એ પ્રમાણે સ્થાનીનાં નિર્ણયમાં અનિયમ થતો હતો. તેથી સ્થાનીનું નિયમન કરવા માટે આગળનાં સૂત્રની સંહિતા કરવામાં આવી છે.
(शन्या०) न चौदन्तानां विधायकमिदं लक्षणम्, तेषां लक्षणान्तरेण विधास्यमानत्वात्; अनियमप्रसङ्गे चेयं नियमं करोति, तेन यत्र साक्षात् स्थानी न निर्दिष्टः “दीर्घश्च्वियङ्यक्क्येषु च" [४.३.१०८.] इत्येवमादौ तत्रोपतिष्ठते, तत्रानियमे प्रसक्ते नियममेषा करोति-स्वरस्यैव न व्यञ्जनस्येति, अतः स एवास्या विषयो वेदितव्यः, न तु यत्र साक्षात् स्थानी निर्दिश्यते "समानानां તેન તીર્થ” [૨.૨.૨.] ફત્યાદ્રિષ, સત્ર સ્થનિયમસ્ય પ્રાપ્તિવ નાતિ |