________________
૧૧૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ वाची, कस्यचित् तु मुख्यमवयवत्वं कस्यचित् सामीप्यादिनोपचरितमित्यभिप्रायेण भाष्यमिति ।" तस्मादन्तशब्दस्यावयववाचित्वादौकारलाभान्नार्थः परिग्रहणेन ।
અનુવાદ :- કેટલાક લોકો કહે છે કે અન્ત શબ્દ બધે જ અવયવવાચક સમજવો. જ્યાં અવયવ અર્થનો સંભવ ન હોય ત્યાં જ સમીપ અર્થ લેવો. દા.ત. નવી અન્તમ્ ક્ષેત્રમ્ અહીં અવયવ અર્થ સંભવતો નથી માટે સમીપ અર્થ લેવાશે.
કેટલાંક લોકો અન્ત શબ્દનો બધે જ અવયવ અર્થ માને છે તેઓ અન્તનો સમીપ અર્થ માનતા નથી. તેઓ કહે છે કે, ક્યાંક મુખ્ય અવયવાર્થ હોય અને ક્યાંક ઉપચરિત અવયવાર્થ હોય છે. આથી નદ્યન્તમ્ ક્ષેત્રમ્ વગેરેમાં સમીપપણાંથી ઉપચરિત અવયવાર્થ થશે અને આવા અભિપ્રાયથી ભાષ્યમાં લખાયું છે કે, બધે જ અન્ત શબ્દ અવયવ અર્થનો વાચક છે. આ પ્રમાણે અન્ત શબ્દ અવયવવાચી હોવાથી સ્વરસંજ્ઞામાં ઐ સ્વરની પણ પ્રાપ્તિ થઈ જાય છે. આથી હવે, રિ શબ્દ ગ્રહણ કરવાની કોઈ આવશ્યકતા નથી. આમ, ગૌત્ પર્યન્તા સ્વાઃને બદલે ઞૌવન્તા: સ્વા: સૂત્રથી જ થી ઔ સુધીના બધા જ વર્ગોની સ્વરસંશા થઈ જાય છે.
(श०न्या० ) अन्तरङ्गस्तत्पुरुष इत्यपि न वाच्यम्, अकारादीनामन्यपदार्थत्वेन प्रक्रान्तत्वाद्, અન્યથા ‘‘ાર્ત્યિજ્ઞનમ્'' [૧.૧.૨૦.] રૂત્યુપમ્ય ‘‘અનુસ્વારાજ્ય: સ્વરાઃ” રૂતિ વિધ્યાવિत्याह - औकारावसाना इति ।
અનુવાદ :- હવે, ‘‘સિદ્ધમ્ વહિમ્ અન્તર,' ન્યાયથી કંઈક કહે છે. અન્તર એવો તત્પુરુષ સમાસ કરવો જોઈએ કે બહિરંગ એવો બહુવ્રીહી સમાસ. જેમાં નિમિત્તો અલ્પ છે તે અન્તરંગ કહેવાય છે તથા જેમાં નિમિત્તો અધિક હોય છે તે બહિરંગ કહેવાય છે. દા.ત. રાખસવઃ. અહીં રાજ્ઞ: સહા એ પ્રમાણે ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવે તો તેમાં બે જ પદોનું આલંબન લઈને સમાસનો અર્થ જણાઈ જાય છે. આથી અર્થ થશે - રાજાનો મિત્ર, પરંતુ ‘રાના સા યસ્ય સ' ‘રાજા મિત્ર છે જેનો તે’ ચૈત્ર સ્વરૂપ અન્યપદાર્થ થશે. એટલે કે રાજા મિત્રવાળો ચૈત્ર એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરવા દ્વારા અર્થ થશે. આમ કરવાથી અન્યપદાર્થ સંબંધી પદ પણ ગ્રહણ કરવું પડે છે. આથી નિમિત્તો અધિક હોવાથી બહિરઙ્ગકાર્ય થશે. હવે અન્તરંગ અને બહિરઙ્ગ બંને વિદ્યમાન હોય ત્યારે અન્તરંગકાર્ય થવું જોઈએ, એ પ્રમાણે ઉપરોક્ત ન્યાય જણાવે છે. અહીં પણ ઔત: અન્તઃ એ પ્રમાણે ષષ્ઠી તત્પુરુષ સમાસ ક૨વામાં આવે તો સૌના અન્તમાં અનુસ્વાર અને વિસર્ગ આવે છે. આથી અનુસ્વાર અને વિસર્ગની જ સ્વરસંશા થાત. યોગશાસ્ત્રના સાતમા પ્રકાશના તેરમા શ્લોકમાં ૧૬ સ્વરોની વાત આવે છે. ત્યાં ૧૪ સ્વરો પછી ૐ અને ઃ એ પ્રમાણે અનુસ્વાર અને વિસર્ગને પણ સ્વર કહ્યા છે. શ્લોક આ પ્રમાણે છે