________________
૧૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સ્વરૂપ અન્ય પદાર્થ છે તે બહુવ્રીહિ સમાસ દ્વારા કહેવા યોગ્ય અર્થવાળો છે. તે મર્યાદા, એ ખેતરનો અવયવ હોવાથી તેનો ખેતરમાં સમાવેશ થઈ શકશે.
કેટલાંક સમાવેશ ન પામતાં અર્થવાળા અન્ય પદાર્થો હોય છે. બહુવ્રીહિ સમાસવડે કહેવા યોગ્ય જે અર્થ હોય છે, તેનો અન્ય પદાર્થમાં સમાવેશ થતો નથી. દા.ત. શ્વેતામ્બર: પુનઃ અહીં બહુવ્રીહિ સમાસવડે કહેવા યોગ્ય સફેદ કપડું છે. આ સફેદ કપડાંનો સમાવેશ મુનિ સ્વરૂપ અન્ય પદાર્થમાં થતો નથી. આથી સંયોગ સંબંધથી તેઓ બે સાથે રહે છે. આવા સમાસને બીજા શબ્દોમાં મતવિજ્ઞાન: બહુવ્રીહિ સમાસ કહેવાય છે. આચાર્ય ભગવંતે આ સંબંધમાં નદ્યત્તમ રેવદ્રત્તી ક્ષેત્રમ્ ઉદાહરણ આપ્યું છે. નદી અવયવવાળું દેવદત્તનું ખેતર. અહીં અન્યપદાર્થ સ્વરૂપ ખેતર છે. જેમાં નદી સ્વરૂપ અવયવનો સમાવેશ થતો નથી. આથી હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે અહીં ગૌ અવયવવાળા સ્વરોમાં જે ગૌ અવયવવાળો એવો બહુવ્રીહિ સમાસનો અર્થ છે તેનો સમાવેશ અન્ય પદાર્થ સ્વરૂપ સ્વરોમાં કરવો કે કેમ ? બંને અર્થવાળો બહુવ્રીહિ સમાસ થવાથી આપણે એવું નક્કી કરી શકતાં નથી કે અન્તભૂત અર્થવાળો જ અન્ય પદાર્થ લેવો છે.
આ પ્રમાણે અન્ત શબ્દ બે અર્થવાળો છે. (૧) તેની સાથે વર્તે છે, તથા (૨) તેની પૂર્વમાં વર્તે છે. હવે જો સૌને પણ સ્વરસંજ્ઞામાં ગણવો હોય તો અન્ત શબ્દનો પહેલો અર્થ જ સમજવો આવશ્યક થાય. હવે, સૂત્રમાં તો કોઈ ખુલાસો કર્યો નથી. આથી જ કયો અર્થ લેવો એનો સંશય ઉપસ્થિત થાય છે.
(૪૦૦) તંત્રીત્તવૃતપિપ્રદાર્થ પરિપ્રદi #ર્તવ્ય, પર્યન્તીજીન્યપક્વાર્થવિષયત્વ, एवं च औकारस्यापि स्वरसंज्ञया परिग्रहः स्यात्; अन्यथा तत्पूर्वेषामपि (मेव) स्यादिति । नैष दोषः-अन्तशब्दोऽवयववाचीत्यवयवेन विग्रहः, समुदायः समासार्थः, इत्यवयवस्य अवश्यमन्यपदार्थेऽन्तर्भावः ।
અનુવાદઃ-પૂર્વપક્ષ - આમ, બંને અર્થવાળા બહુવ્રીહિ સમાસનો વિકલ્પ ઊભો થયો હોવાથી જો અન્તભૂત અર્થવાળો અન્ય પદાર્થ સમજવો હોય તો ‘રિ' અવ્યય ગ્રહણ કરવો જોઈએ. અર્થાતું, મૌત્ પર્થના. સ્વર: આ પ્રમાણે સૂત્ર બનાવવું જોઈએ. જેથી અર્થમાં સંદિગ્ધતા રહે નહીં. “પર્યન્ત' શબ્દ એ અન્યપદાર્થના વિષયવાળો હોય છે. કોઈ કહે કે, વનપર્યન્ત મારી સત્તા પ્રવર્તે છે તો અહીં વનમાં પણ સત્તા પ્રવર્તે છે, એવો અર્થ થઈ શકશે. આ પ્રમાણે પર્યન્ત શબ્દ લખવાથી મૌવાર પણ સ્વરસંજ્ઞા તરીકે લઈ શકાશે. જો પરિ અવ્યય નહીં લખવામાં આવે તો મૌની પૂર્વમાં રહેલાની પણ સ્વરસંશા થશે.